રશ્મિકા મંદાના વિજય દેવરકોંડા લગ્ન ક્યારે કરશે? ફેન્સ આતુર, એક્ટરનું ઘર શાનદાર સજાવવામાં આવ્યું, જુઓ વિડીયો

મનોરંજન | રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા (Vijay Deverakonda) ના લગ્ન ખરેખર છે? ફેન્સ ખુબજ જાણવા આતુર છે, જોકે, વિજય દેવરકોંડાનું શણગારેલું ઘર જોઈને ચાહકોને શંકા થઈ રહી છે કે તે ખરેખર રશ્મિકા મંડન્ના સાથે લગ્ન કરવાનો છે. 

મનોરંજન | રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા (Vijay Deverakonda) ના લગ્ન ખરેખર છે? ફેન્સ ખુબજ જાણવા આતુર છે, જોકે, વિજય દેવરકોંડાનું શણગારેલું ઘર જોઈને ચાહકોને શંકા થઈ રહી છે કે તે ખરેખર રશ્મિકા મંડન્ના સાથે લગ્ન કરવાનો છે. 

author-image
shivani chauhan
New Update
Rashmika Mandanna Vijay Deverakonda are getting married or not Wedding

રશ્મિકા મંદાના વિજય દેવરકોંડા લગ્ન તારીખ અફવા લવ સ્ટોરી વિડીયો મનોરંજન । Rashmika Mandanna Vijay Deverakonda are getting married or not Wedding Rumor photos Videos Photograph: (Social Media)

મનોરંજન ન્યૂઝ | વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) ઘણા સમયથી રિલેશનશિપમાં એવી અફવા છે. તેઓ વારંવાર સાથે જોવા મળે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે તેઓ 26 ફેબ્રુઆરીએ લગ્ન કરી શકે છે. જોકે, હજુ સુધી બંનેમાંથી કોઈ પણ અભિનેતાએ લગ્ન વિશે કંઈ કહ્યું નથી. 

Advertisment

રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા (Vijay Deverakonda) ના લગ્ન ખરેખર છે? ફેન્સ ખુબજ જાણવા આતુર છે, જોકે, વિજય દેવરકોંડાનું શણગારેલું ઘર જોઈને ચાહકોને શંકા થઈ રહી છે કે તે ખરેખર રશ્મિકા મંડન્ના સાથે લગ્ન કરવાનો છે. 

વિજય દેવરકોંડાનું ઘર ડેકોરેટ કરવામાં આવ્યું

વિજય દેવરકોંડાના ઘરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં આખું ઘર રોશનીથી શણગારેલું દેખાય છે. તે લગ્નના ઘરની જેમ શણગારેલું છે. આ વીડિયો જોયા પછી ચાહકો પણ વિજય અને રશ્મિકા માટે ખુશ દેખાતા હતા. ઘણા ચાહકો તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. 

રશ્મિકા મંદાન્ના એરપોર્ટ લુક 

વિજય દેવરકોંડાનું ઘર સંપૂર્ણ રીતે શણગારેલું છે, ત્યારે રશ્મિકાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એરપોર્ટ પર સાદા પોશાકમાં જોવા મળી રહી છે. આ વીડિયોથી એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે તે તેના લગ્ન માટે ઉદયપુર જઈ રહી છે. 

Advertisment

રશ્મિકા મંદાના વિજય દેવરકોંડા લગ્ન

મીડિયા અહેવાલ મુજબ, રશ્મિકા અને વિજય દેવરકોંડા 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કરવાના છે. આ કપલએ લગ્ન માટે એક શાહી વારસાગત મહેલ પસંદ કર્યો, જ્યાં ફક્ત પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રો હાજર રહેશે. 

રશ્મિકા મંદાના વિજય દેવરકોંડા કરીયર 

વિજય દેવરકોંડાની ફિલ્મ "કિંગડમ" ગયા વર્ષે રિલીઝ થઈ હતી. રશ્મિકા મંદાના દક્ષિણ ભારતીય ફિલ્મ "ગર્લફ્રેન્ડ" માં પણ જોવા મળી હતી. આ વર્ષે, બંને પાસે મોટા ફિલ્મ પ્રોજેક્ટ્સ છે. રશ્મિકા બોલિવૂડ ફિલ્મ "કોકટેલ 2" નું શૂટિંગ કરી રહી છે, જ્યારે વિજય દેવરકોંડા "રાણાબલી" માં જોવા મળશે.

મનોરંજન ન્યૂઝ રશ્મિકા મંદાના