scorecardresearch

પુષ્પા 2માં બોલિવૂડ સ્ટાર્સની થશે એન્ટ્રી? આ નામની જોરશોરથી ચર્ચા

Pushpa 2: ઈન્ડિયા લેવલ પર રિલીઝ થયેલી આ ફિલ્મને દુનિયાના ખૂણે ખૂણેથી પ્રેક્ષકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. ત્યારે હવે દર્શકો આ ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવામાં હાલ આ ફિલ્મ સંબંઘિત મોટા સમાચાર સામે આવ્યાં છે.

અલ્લુ અર્જુન
અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મ સીરીઝના બીજા ભાગ 'પુષ્પા ધી રુલ'માં બોલીવૂડના એક મોટા સ્ટારનો કેમિયો હોવાની વાતે જોર પકડ્યું

Allu Arjun Movie: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ બોક્સઓફિસ સહિત વિશ્વભરમાં તાબડતોડ કમાણી કરી હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનનો લુક્સ, તેના ડાયલોગ્સ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા. ઈન્ડિયા લેવલ પર રિલીઝ થયેલી આ ફિલ્મને દુનિયાના ખૂણે ખૂણેથી પ્રેક્ષકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. ત્યારે હવે દર્શકો આ ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેકર્સ પણ આ ફિલ્મની સિક્વલ પર પૂરા દિલથી કામ કરી રહ્યા છે. તે તેના બીજા ભાગમાં કોઈ ખામી રાખવા નથી માંગતો. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનો બીજો ભાગ પણ ટૂંક સમયમાં આવવાનો છે. આ સાથે અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મ સીરીઝના બીજા ભાગ ‘પુષ્પા ધી રુલ’માં બોલીવૂડના એક મોટા સ્ટારનો કેમિયો હોવાની વાત બહાર આવી છે.

પુષ્પાનો આગામી ભાગ ટૂંક સમયમાં રિલીઝ

તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ પુષ્પાનો આગામી ભાગ ટૂંક સમયમાં રિલીઝ થશે. એવા પણ સમાચાર હતા કે આ બીજા ભાગનું ટીઝર ફિલ્મના મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુનના જન્મદિવસ (8મી એપ્રિલ) પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું મોસ્ટ અવેટેડ ટીઝર આંધ્રપ્રદેશમાં શૂટ કરવામાં આવ્યું છે. આ સાથે આ પાન ઈન્ડિયા ફિલ્મ વિશે વધુ એક અપડેટ સામે આવ્યું છે.

ફિલ્મનું બજેટ પણ ડબલ થઈ જશે

સમાચાર મુજબ, આ ફિલ્મના બીજા ભાગની વાર્તામાં અલ્લુ અર્જુનની સાથે બોલિવૂડના એક સુપરસ્ટારની વાત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘પુષ્પા 2’માં ખાન એક્ટર અથવા અજય દેવગનનો અભિનય જોવા મળી શકે છે. માત્ર સ્ટારકાસ્ટ જ નહીં, ફિલ્મનું બજેટ પણ ડબલ થઈ જશે.

‘પુષ્પા ધી રુલ’માં પણ એક મોટા સ્ટારનો કેમિયો

મહત્વનું છે કે, પહેલા એવી અફવા ચગી હતી કે, આ ફિલ્મમાં બોલીવૂડનો એકટર અર્જુન કપૂર વિલન તરીકે જોવા મળવાનો છે. પરંતુ આ વાત પાયાવિહોણી છે. આ ફિલ્મમાં ફહાદ ફૈઝલ વિલનના રોલમાં પહેલેથી જ ફાઈનલ છે. જેમ તેલુગુ ફિલ્મ ‘ગોડફાધર’માં ચિરંજીવી સાથે સલમાને કેમિયો કર્યો હતો તેમ ‘પુષ્પા ધી રુલ’માં પણ એક મોટા સ્ટારનો કેમિયો છે .

ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુને શાહરુખ ખાનની ‘જવાન’માં કેમિયો કરવાની ના પાડી દીધી હતી પરંતુ તેની ફિલ્મમાં કેમિયો માટે બોલીવૂડના કલાકારો તૈયાર થઈ ગયા છે.

આ પણ વાંચો: શાહરૂખ ખાન મચાવશે હવે ઓટીટી પર ધૂમ, પઠાણનું આ તારીખે એમેઝોન પ્રાઇમ પર આગમન

સાઈ પલ્લવી પણ જોવા મળી શકે

ફિલ્મના ટીઝર અને અન્ય વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સાઈ પલ્લવી ‘પુષ્પા 2’માં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Web Title: Pushpa 2 bollywood star cemeo teaser release date allu arjun and rashmika madanna news

Best of Express