શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાણ’એ વિશ્વભરમાં પ્રચંડ સફળતા અને મલબક કમાણી કરી છે. ત્યારે હવે આ બ્લોકબસ્ટર ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા માટે આવી રહી છે. પઠાણ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા માટે તૈયાર છે.
પઠાણ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 22 માર્ચ 2023ના રોજ રિલીઝ થશે. એટલે કે આજ રાત 12 વાગ્યા બાદથી તમે એમેઝોન પ્રાઇમ વીડિયો આ ફિલ્મની ઘરે બેઠા મોજ માણી શક્શો. શાહરૂખ ખાનના ફેન્સ આ ફિલ્મને હિંદી, તમિલ અને તેલુગુ ભાષામાં ઓટીટી પર જોઇ શક્શે. જે અંગે એમેઝોન પ્રાઇમ વીડિયો ઇન્ડિયાના સત્તાવાર ટ્ટિટર હેન્ડલ પર આ માહિતી આપવામાં આવી છે.
મહત્વનું આવતીકાલ 22 માર્ચે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે.ત્યારે આ પ્રસંગે રજાનો માહોલ હોય છે. આવી પરિસ્થિતિમાં આ સમયે ‘પઠાણ’ને ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય સદંતર યોગ્ય છે.
આ પણ વાંચો: શાહરુખ ખાનની ‘ડંકી’ની રીલીઝ પણ પાછળ ઠેલાઇ, હવે આ તારીખે થશે ફિલ્મ રિલીઝ
યશરાજ બેનર હેઠળ તૈયાર થયેલી ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર 541. 71 કરોડનો શાનદાર વેપાર કર્યો છે. જ્યારે વર્લ્ડવાઇડ આ ફિલ્મે લગભગ 1,049 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે પઠાણે હિંદીમાં 523.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પઠાણે તેલંગાણાથી 12.76 કરોડ રૂપિયા અને તમિલનાડુ બેલ્ટથી 5.8 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા.