scorecardresearch

શાહરુખ ખાનની ‘ડંકી’ની રીલીઝ પણ પાછળ ઠેલાઇ, હવે આ તારીખે થશે ફિલ્મ રિલીઝ

Shah Rukh Khan Movies: શા માટે શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની આગામી બે મોટી ફિલ્મોની રલીઝ પાછળ ઠેલવાઇ તેના કારણ અંગે જાણો આ અહેવાલમાં.

શાહરૂખ ખાન
શાહરૂખ ખાન ફાઇલ તસવીર

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને ‘પઠાણ’માં પાંચ વર્ષ બાદ એન્ટ્રી કરીને ધમાકો કર્યો છે. કિંગ ખાનની આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા છે. પઠાણે વિશ્વભરમાં કમાણી મામલે 1,000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. આ પછી શાહરૂખની ડંકી, જવાન રિલીઝ થવાની હતી. પરંતુ જવાનની રિલીઝ ડેટ પાછી ઠેલાવવાની શક્યતાને પગલે તેની અન્ય ફિલ્મોનું રિલીઝ શેડ્યૂલ પણ અસ્તવ્યસ્ત થાય તેવા સમાચાર પ્રત્યક્ષ આવ્યા છે.

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ની વાત કરીએ તો આ ફિલ્મ આગામી જૂન માસના બદલે હવે ઓક્ટોબરમાં રીલીઝ થાય તેવી સંભાવના છે. દરમિયાન શાહરુખની ‘ડંકી’ની રીલીઝ ડિસેમ્બરમાં રીલીઝ થવાને બદલે 2024 પર પાછી ઠેલાઈ શકે છે.

ટ્રેડ વર્તુળો અનુસાર ‘પઠાણ’ને રિલીઝના 50 દિવસ થઇ ગયા હોવા છતાં પણ ચાલી રહી છે તેનો મતલબ એ કે શાહરુખની બે મોટી ફિલ્મો વચ્ચે ઓછામાં ઓછો ત્રણ માસનો ગેપ હોવો જોઈએ. જાન્યુઆરીમાં ‘પઠાણ’ પછી ‘જૂન’માં ‘જવાન’ અને ડિસેમ્બરમાં ‘ડંકી’ એ તારીખો વચ્ચેનો ગેપ બરાબર હતો. પરંતુ, હવે ‘જવાન’ પાછી ઠેલાવાની સંભાવનાઓથી નિર્માતાઓએ ફરી આયોજન કરવું પડી શકે છે.

આ પણ વાંચો: રાની મુખર્જીને ક્યારેક ‘ઘર તોડનાર’નું મળ્યું હતું બિરુદ, એકે તો બાળકો સાથે ઘર પણ છોડી દીધું હતું

‘જવાન’ની રીલીઝ પાછી ઠેલાવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાતો થઈ નથી પરંતુ ફિલ્મ વર્તુળોમાં ચર્ચા મુજબ ફિલ્મમાં પોસ્ટ પ્રોડકશનનું કામ ધાર્યા કરતાં લાંબું ખેંચાઈ રહ્યું છે. વધુમાં છેલ્લી ઘડીએ સંજય દત્તનો કેમિયો નક્કી થયો છે તેનું શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શન પણ ચાલશે. આ સંજોગોમાં ‘જૂન’ની નિર્ધારિત તારીખ જાળવવાનું મુશ્કેલ છે. સાથે સાથે સલમાનની ‘ટાઈગર થ્રી’ પણ દિવાળી સમયે રીલીઝ થવાની છે. તેમાં પણ શાહરુખ નોંધપાત્ર કહી શકાય તેવા કેમિયોમાં છે. આથી નિર્માતાઓ ‘જવાન’ અને ‘ટાઈગર થ્રી’ આગળ પાછળ રીલીઝ થાય તેવી પરિસ્થિતિ સર્જાવા દે છે કે કેમ તેના પર ટ્રેડ વર્તુળોની નજર છે.

Web Title: Shah rukh khan new upcoming film jawaan and dunki release date news

Best of Express