આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાની સગાઇની તારીખો જાહેર થઇ છે. છેલ્લા એકાદ મહિનાથી રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લવ રિલેશન વિશે અટકળો થઇ રહી હતી જેનો હવે અંત આવશે. હાલ પ્રાપ્ત માહિતી અનુસાર રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ચાલુ મહિને દિલ્હીમાં સગાઇ કરવા જઇ રહ્યા છે.
રાઘવ ચઢ્ઢા – પરિણીતી ચોપરા ક્યારે સગાઇ કરશે
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ચાલુ મહિને 13 મે, 2023ના રોજ દિલ્હીમાં સગાઇ કરશે. પાછલા મહિને મુંબઈમાં રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લંચ ડેટ પર સાથે જોવા મળ્યા પછી તેમના ડેટિંગ વિશેની અટકળો શરૂ થઈ હતી. Indianexpress.com ટિપ્પણીઓ માટે પરિણીતીના પ્રવક્તાનો સંપર્ક કર્યો હતો.
પરિણીતીનું કોડ નામ: તિરંગાના સહ-અભિનેતા હાર્ડી સંધુ આ અફવાઓની પુષ્ટિ કરતા દેખાયા હતા, જ્યારે તેમણે એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેણે પરિણીતીને પહેલેથી જ “કૉલ કરીને અભિનંદન” આપ્યા હતા. “હું ખૂબ ખુશ છું કે આખરે આવું થઈ રહ્યું છે. હું તેને શુભેચ્છાો પાઠવું છું. ઉપરાંત આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ પણ 28 માર્ચે પરિણીતી અને રાઘવને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું, “હું @raghav_chadha અને @Parineeti Chopraને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. મારી શુભેચ્છાઓ !!!” આ ટ્વિટ બાદ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા વચ્ચેના રિલેશનના સમાચાર પાક્કા થઇ ગયા હતા.
આ પણ વાંચોઃ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા બંનેમાંથી કોની પાસે સૌથી વધુ સંપત્તિ છે? જાણો.
સંસદમાંથી બહાર નીકળતી વખતે પત્રકારોને પ્રત્યુત્તર આપતી વખતે રાઘવ ચઢ્ઢાએ કહ્યુ હતુ કે, તમે મને રાજકારણના પશ્નો પુછો, પરિણીતી વિશે સવાલ પુછવા નહીં.
અત્રે નોંધનિય છે કે, રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ છે. તો પરિણીતી ચોપરાએ તેની ફિલ્મ કરિયરની શરૂઆત વર્ષ 2011ની રોમેંટિક કોમેડી મૂવી લેડીઝ વર્સિસ રિકી બહલથી કરી હતી. હવે ટુંક સમયમાં તે ચમકિલામાં દિલજીત ડોસાંઝે સાથે દેખાશે.
Disclaimer : આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.