રાજપાલ યાદવની એ ફિલ્મ, જેના કારણે તેને જેલમાં જવાનો વારો આવ્યો, તમે મફતમાં જોઈ શકો છો આ ફિલ્મ

રાજપાલ યાદવને ચેક બાઉન્સ અને દેવાના કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો છે. તેણે 15 વર્ષ પહેલાં ફિલ્મ બનાવવા માટે આ લોન લીધી હતી. રાજપાલની ફિલ્મ "અતા પતા લાપતા હૈ" વિશે વાત કરીએ તો...

રાજપાલ યાદવને ચેક બાઉન્સ અને દેવાના કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો છે. તેણે 15 વર્ષ પહેલાં ફિલ્મ બનાવવા માટે આ લોન લીધી હતી. રાજપાલની ફિલ્મ "અતા પતા લાપતા હૈ" વિશે વાત કરીએ તો...

author-image
Rakesh Parmar
New Update
Rajpal Yadav film ata pata lapatta

રાજપાલ યાદવની ફિલ્મ અતા પતા લાપતા બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. Photograph: (સોશિયલ મીડિયા)

રાજપાલ યાદવ હંમેશા તેના ઉત્તમ કોમિક ટાઇમિંગ અને શાનદાર અભિનય માટે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે કારણ તેનું વ્યાવસાયિક જીવન નથી, પરંતુ એક ગંભીર કાનૂની કેસ છે. પ્રખ્યાત અભિનેતા હાલમાં તિહાર જેલમાં બંધ છે અને દરેકને આશ્ચર્ય થાય છે કે તે ત્યાં કેવી રીતે પહોંચ્યો. ખરેખરમાં રાજપાલ યાદવને ચેક બાઉન્સ અને દેવાના કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો છે. તેણે 15 વર્ષ પહેલાં ફિલ્મ બનાવવા માટે આ લોન લીધી હતી. ફિલ્મ રિલીઝ થયા પછી તેને ભારે નુકસાન થયું. ફિલ્મ ફ્લોપ થઈ ગઈ, જેના કારણે તેની પાસે લોન ચૂકવવા માટે પૂરતા પૈસા નહોતા. હવે તેને આ જ કેસમાં છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. રાજપાલની ફિલ્મ "અતા પતા લાપતા હૈ" વિશે વાત કરીએ તો તે એક કોમેડી અને રાજકીય વ્યંગ ફિલ્મ છે.

Advertisment

ફિલ્મનો પ્લોટ શું છે

માધવ ચતુર્વેદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમના આખા ઘરમાં મોટી ચોરી થઈ છે. શરૂઆતમાં આ કેસ એક સામાન્ય ચોરી લાગે છે, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધે છે, તેમ તેમ ઘણા પ્રશ્નો ઉભા થાય છે. પોલીસને શંકા થવા લાગે છે કે ચોરી વીમા ચૂકવણી મેળવવા માટે ઘડવામાં આવેલ કાવતરું હોઈ શકે છે. દરમિયાન મીડિયાની સંડોવણી કેસને વધુ જટિલ અને સનસનાટીભર્યો બનાવે છે. સમાચારોને કારણે જાહેર દબાણ વધે છે, જેના કારણે સત્ય ઉજાગર કરવાની પોલીસની જવાબદારી વધુ ભારે પડી જાય છે. દરેક નવા સંકેત સાથે વાર્તા એક નવો વળાંક લે છે, જેના કારણે અધિકારીઓને ઊંડાણપૂર્વક તપાસ કરવાની અને દરેક પાસાની સંપૂર્ણ તપાસ કરવાની ફરજ પડે છે.

શુરૂઆતમાં ફિલ્મ સારી પણ ખામીઓ વધુ

અભિનયની દ્રષ્ટિએ આશુતોષ રાણા પ્રભાવશાળી કામ કર્યું છે, અને રાજપાલનું કામ પણ ઠીક ઠાક છે. દિગ્દર્શક રાજપાલ યાદવ એક રસપ્રદ પ્લોટને અમલમાં મૂકવામાં ખરાબ રીતે નિષ્ફળ ગયા હોય તેવું લાગે છે. દ્રશ્યોમાં કેમેરા પેનિંગ (ડાબે અને જમણે વળવું) નો બિનજરૂરી ઉપયોગ ખૂબ જ હેરાન કરે છે. ફિલ્મને IMDb પર 5.4 નું સારું રેટિંગ છે. ફિલ્મ YouTube પર ઉપલબ્ધ છે અને મફતમાં જોઈ શકાય છે.

Advertisment

ફિલ્મના કલાકારો, કમાણી અને બજેટ

આ ફિલ્મનું દિગ્દર્શન રાજપાલ યાદવે પોતે કર્યું હતું અને સંજય કુમાર, સંદીપ નાથ અને રાજપાલે સહ-લેખન કર્યું હતું. આ ફિલ્મમાં વિનોદ આચાર્ય, આશુતોષ રાણા, શરત સક્સેના, ગોવિંદ નામદેવ, ગોવર્ધન અસરાની, અમિત બહલ, ક્રિષ્મા ભટ્ટ, વિક્રમ ગોખલે, પંકજ ઝા, યુસુફ હુસૈન, મનોજ જોશી, મુસ્તાક ખાન, રઝાક ખાન, યશપાલ શર્મા, વિજય રાઝ, ચેતન પંડિત અને હેમંત પાંડે જેવા કલાકારો છે. આ ફિલ્મ 2010 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બનાવવા માટે ₹11 કરોડનો ખર્ચ થયો હતો, પરંતુ માત્ર 34 લાખની કમાણી થઈ હતી. આ ફિલ્મ દર્શકોને પસંદ પડી શકી ન હતી અને ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી, જેના કારણે રાજપાલ યાદવને નોંધપાત્ર નુકસાન થયું હતું. આ ફિલ્મમાં પૈસા રોકાણ કરનાર વ્યક્તિ તેમની પત્ની રાધા યાદવ જ આ ફિલ્મના નિર્માતા હતા.

રાજપાલનું નિવેદન ચર્ચામાં

અભિનેતા રાજપાલ યાદવનું ભાવનાત્મક નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તિહાર જેલમાં શરણાગતિ સ્વીકારતા પહેલા આપેલા આ નિવેદને માત્ર તેમના ચાહકોને જ નહીં પરંતુ સમગ્ર ફિલ્મ ઉદ્યોગને પણ હચમચાવી નાખ્યું છે. બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ, રાજપાલ યાદવે ખુલ્લેઆમ પોતાની કંગાળ આર્થિક પરિસ્થિતિ અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. જ્યારે તેમને તેમની કાનૂની મુશ્કેલીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે લાચાર સ્વરમાં કહ્યું, "સાહેબ, મારે શું કરવું જોઈએ? મારી પાસે પૈસા નથી. મને કોઈ રસ્તો દેખાતો નથી."

કોંગ્રેસના સખત વિરોધ પ્રદર્શન બાદ અમદાવાદમાં પણ 'હું નાથુરામ' નાટકનો શો કેન્સલ

ફિલ્મ બનાવવા માટે લીધેલું લોન

અભિનેતાએ આ ફિલ્મ બનાવવા માટે ₹5 કરોડની લોન લીધી હતી, જે તે ચૂકવી શક્યો નહીં. તેણે ₹75 લાખ જમા કરાવ્યા પરંતુ બાકીની રકમ ચૂકવી શક્યો નહીં. કોર્ટ દ્વારા તેમને 20 તકો આપવામાં આવી હતી પરંતુ રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા. તેઓ વધુ સમય માંગી રહ્યા હતા. જોકે કોર્ટે તેમની અરજી ફગાવી દીધી અને તેમને શરણાગતિ સ્વીકારવાનું કહ્યું, ત્યારબાદ તેમણે જેલમાં જવાનું નક્કી કર્યું.

celebrities bollywood મનોરંજન ન્યૂઝ