રાજુ શ્રીવાસ્તવના મોત બાદ પહેલીવાર પુત્રી અંતારાનું મોટું નિવેદન, પિતાના મોતનું કારણ જિમને ના ગણાવો

Raju Srivastav: અંતરાએ જણાવ્યું હતું કે, "તે છેલ્લીવાર જન્મદિવસના ખાસ અવસર તેના પિતાને મળી હતી. આ ઉપરાંત અંતરા શ્રીવાસ્તવે ઇટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો.

Raju Srivastav: અંતરાએ જણાવ્યું હતું કે, "તે છેલ્લીવાર જન્મદિવસના ખાસ અવસર તેના પિતાને મળી હતી. આ ઉપરાંત અંતરા શ્રીવાસ્તવે ઇટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

રાજુ શ્રીવાસ્તવ બીમાર હતા?

કોમેડીના બાદશાહ રાજુ શ્રીવાસ્તવને (Raju srivatav) 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્ક આઉટ કરતા સમયે હાર્ટ અટેક આવતા દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં 40 દિવસ સુધી હોસ્પિટલમાં જીંદગી અને મોત સામે ઝઝૂમ્યા બાદ તેમનું નિધન થયું હતું. રાજુ શ્રીવાસ્તવ એક એવા કલાકાર હતા કે જેમણે લોકોને હસતા શીખ્વ્યું અને તેનું મૂલ્ય પણ સમજાવ્યું હતું. તેઓએ લોકોના દિલોમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

Advertisment

સ્ટેન્ડ અપ કોમેડીને (Stand up commedy) લોકપ્રિય સંસ્કૃતિમાં પ્રાઘાન્ય મળે તે પહેલાં કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની (Amitabh bachchan) મિમિક્રી કરીને તેના નામનો ડંકો વગાડી દીધો હતો. રાજુ શ્રીવાસ્તવને ‘ગજોધર ભૈયા’ તરીકે શ્રેય આપવામાં આવ્યો છે. પિતાના નિધન બાદ પહેલીવાર તેની પુત્રી અંતરા શ્રીવાસ્તવ (Raju Srivastava daughter Antara) ની પ્રતિક્રિયા સામે આવી છે.

સૌપ્રથમ અંતરાએ એ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો જેઓ તેના પિતાના અચાનક અવસાન બાદ તેમની પડખે હિંમત બનીને ઉભા રહ્યા હતા. અંતરાએ પીએમ મોદીનો પણ આભાર માન્યો હતો. જે અંત સુધી તેમના સંપર્કમાં રહ્યા હતા. આ દરમિયાન અંતરાએ જણાવ્યું હતું કે, "તે છેલ્લીવાર જન્મદિવસના ખાસ અવસર પર તેના પિતાને મળી હતી. આ ઉપરાંત અંતરા શ્રીવાસ્તવે મોટું નિવેદન આપ્યું હતું કે, તેમના પિતાના મૃત્યુનો દોષી જિમને ના માનવું, કારણ કે તેઓ પહેલીથી બીમાર હતા".

આ પણ વાંચો: મનોજ બાજપેયી પાસે ક્યારેક ઘરનું ભાડું ભરવાના પણ પૈસા ન હતા, આજે બોલિવૂડમાં રાજ કરે છે

Advertisment

રાજુ શ્રીવાસ્તવની પુત્રી અંતરા સહાયક નિર્માતા છે. તેણે 'વોડકા ડાયરીઝ' અને 'પલટન' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલ તે એક વેબ સિરીઝમાં વ્યસ્ત છે. રાજુ શ્રીવાસ્તનો પુત્ર આયુષ્માન છે. તે સિતાર વાદક છે. ઉલ્લેખનીય છે કે, રાજુ શ્રીવાસ્તવે પોતાના કરિયરની શરૂઆત ટીવી શો 'ટી ટાઈમ મનોરંજન'થી કરી હતી. પરંતુ તેને વાસ્તવિક ઓળખ 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ'થી મળી હતી. તેણે 'મૈંને પ્યાર કિયા' અને 'બાજીગર' જેવી હિટ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

રાજૂ શ્રીવાસ્તવે રાજ્યસભાના 2012ના ઇન્ટરવ્યૂમાં તેના પ્રથમ પગાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મેં દીવારના ફેમસ ડાયલોગ્સના માધ્યમથી લોકોનું મનોરંજન કરી 50 રૂપિયાની કમાણી કરી હતી. આ ઉપરાંત તેમણે જૂની યાદો તાજા કરતા જણાવ્યું હતું કે, ‘તેઓ મુંબઇ આવ્યા પહેલાં નિયમિત કાનપુરમાં શોમાં પરફોર્મ કરતો હતો. રાજુ શ્રીવાસ્તવને ફિલ્મોમાં અભિનય કરવાથી એટલી પ્રસિદ્ધી ન મળી જેટલી કોમેડી શો ‘ઘ ગ્રેટ ઇન્ડિયન લાફટર શો’થી મળી. ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ-ચેમ્પિયન્સ’શો જીત્યા બાદ તેને ‘ધ કિંગ ઓફ કોમેડી’નું બિરુદ આપવામાં આવ્યું હતું. તેઓ હંમેશા અમિતાભ બચ્ચનની નકલ કરતા હતા અને ‘ગજોધર ભૈયા’ બનીને બધાને હસાવતા હતા અને આ કારણે તેઓ ઘરે-ઘરે લોકપ્રિય થયા હતા.

celebrities મનોરંજન ન્યૂઝ