બોલિવૂડની ફિલ્મો અને વેબ-સીરીઝની જયારે વાત થાય ત્યારે આ અભિનેતાનું નામ મોખરે આવે છે. તેણે પોતાના અભિનયથી લોકોના દિલ જીત્યા છે અને અદ્ભુત પરફોર્મન્સ આપીને તેણે પોતાનું બોલિવૂડમાં આગવું વર્ચસ્વ સ્થાપ્યું છે. હાલમાં જ આવેલી તેની વેબ સીરીઝ ફેમીલીમેનને લોકો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે એક સમયે આ કલાકાર પાસે ઘરના ભાડાના પણ રૂપિયા નહોતા.
મનોજ બાજપાઈએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં તેમણે પોતાના ફિલ્મી સફર અને સંઘર્ષ વિશે વાત કરતા ઘણાં કિસ્સાઓ શેર કર્યા હતા, વાતચીત દમિયાન મનોજે એ સમય યાદ કર્યો હતો જયારે તેમની પાસે ઘરનું ભાડું ભરવા માટે પણ રૂપિયા નહોતા અને તેઓ બોલિવૂડના જાણીતા ડીરેક્ટર- પ્રોડ્યુસર રામગોપાલ વર્મા પાસે કામ માંગવા ગયા હતા.
મનોજ બાજપાઈને ફેન્સ તેમની જબરદસ્ત એક્ટિંગના કારણે ખુબ પસંદ કરે છે. મનોજની ગણતરી આજે બોલીવુડના શ્રેષ્ઠ અભિનેતાઓમાં કરવામાં આવે છે. તેઓ એટલા નેચરલ એક્ટર છે કે તેમને જે રોલ આપવામાં આવે તેણે તેઓ પડદા પર જીવંત કરી દે છે. ફિલ્મ શુલથી મનોજને બોલીવૂડમાં ઓળખ મળી હતી. હાલમાં જ તેમને એક મીડિયા સાથે પોતાની એક્ટિંગ જર્ની વિશે વાત કરી હતી.
આ પણ વાંચો: Big Boss 16: સાજીદ ખાનએ ભીની આંખો સાથે શોને કહ્યું અલવિદા, જુઓ પ્રોમો
આ દરમિયાન તેમણે રામગોપાલ વર્મા સાથેની તેમની પહેલી મુલાકાતના રસપ્રદ કિસ્સા વિશે જણાવ્યું હતું. વાતચીત દરમિયાન બાજપાઈએ જણાવ્યું હતું કે જયારે તે ફિલ્મ નિર્દેશક રામગોપાલ વર્મા પાસે કામ માંગવા ગયા હતા ત્યારે રામગોપાલ વર્માએ તેમને પૂછ્યું હતું કે, “પહેલા કોઈ ફિલ્મમાં કામ કર્યું છે?’ આ વાતનો જવાબ આપતા તેમણે કહ્યું, ‘હા, બેન્ડીટ ક્વીનમાં કામ કર્યું છે, પણ તમે મને ઓળખી નહિ શકો કારણ કે તેમાં મેં બહુ નાનો રોલ કર્યો હતો.” જયારે મેં તેમને કહ્યું કે મેં માનસિંહનું પાત્ર ભજવ્યું હતું ત્યારે તેઓ તરત જ પોતાની ખુરશીમાં ઉછળી પડયા હતા અને મને કહ્યું હતું કે, “ક્યાં હતા તમે હું તમને પાછલાં 4 વર્ષોથી શોધી રહ્યો છું, મેં ઘણું શોધ્યું પણ મને તમારો નંબર ન મળ્યો.”
આ પણ વાંચો: પઠાણના રંગે રંગાયુ દુબઇનું બુર્ઝ ખલીફા, જુઓ વીડિયો
રામગોપાલ વર્માએ મનોજને કામ આપતા કહ્યું હતું કે તું આ ફિલ્મ (દૌડ)ને રહેવા દે, હું તને એક બીજી ફિલ્મ આપું છું તેમાં તારો લીડ રોલ રહેશે” આ સાંભળીને હું બહુ જ ખુશ થયો પણ પછી મેં વિચાર્યું કે મારે ઘરનું ભાડું આપવાનું છે. જો મને આ ફિલ્મમાં રોલ ન મળ્યો તો પૈસા નહિ મળે અને હું ભાડું કેવી રીતે ચૂકવીશ અને લોકો તો વાયદા કરતા હોય છે. આમ વિચારીને મેં તેમને કીધું, ‘”સર તે થશે ત્યારે થશે પણ અત્યારે મને આ ફિલ્મમાં કામ કરવા દો. મને પૈસાની બહુ જરૂર છે” તેમણે મને કીધું, મારા ઉપર ભરોસો રાખો. હું તારી સાથે મારી આગલી ફિલ્મ બનાવીશ, હું તેમને વિનંતી કરતો રહ્યો અને આખરે હાર માનીને તેમણે મને રોલ આપી દીધો. મને તે ફિલ્મમાં કામ કરવા બદલ 30 હજાર રૂપિયા મળ્યા હતા.