Bollywood Actresses Fitness: આજનો જમાનો બ્યુટી વિથ બ્રેઇનનો છે. બોલીવુડ એક્ટ્રેસ તેમની બ્યુટીને જાળવી રાખવા માટે મેક-અપની સાથે સાથે વર્કઆઉટ અને એક્સરસાઇઝ પર પણ વધારે ધ્યાન આપે છે. હાલ મોટાભાગની હિરોઇનો જીમમાં વર્કઆઉટ કરીને પોતાની બોડીને ‘એક્ટ્રેક્ટિવ શેપ’ આપવાનો પ્રયાસ કરતી રહે છે. રકુલથી લઇને રશ્મિકા સહિત તમામ અભિનેત્રીઓ પોતાને હેલ્થી અને ફિટ રાખવા માટે વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરે છે અને તેના વીડિયા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. તો ચાલો જાણીયે યંગસ્ટરની ફેવરિટ એક્સ્ટ્રેસના કઇ-કઇ એક્સરસાઇઝ કરીને પોતાને ફિટ રાખે છે…
રકુલ પ્રીત સિંહનું ‘ફિટનેસનું સિક્રેટ’
રકુલ પ્રીત સિંહ યંગસ્ટરમાં ઘણી ફેમસ છે અને તેના ફિટનેસ ફંડ અવારનવાર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. રકુલ ખાવાની ઘણી શોખિન હોવાની સાથે સાથે હેલ્થ પ્રત્યે પણ ઘણી અવેર રહે છે. તે જીમમાં વર્કઆઉટ કરીને પોતાને ફિટ રાખે છે. રકુલે તેના ઇન્સ્ટા પર એક જીમ વર્કઆઉટનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે જમીન પર પુશ-અપ, પ્લન્ક અને સાઇડ જમ્પ એકસરસાઇઝ કરતી દેખાય છે.
જાન્હવી કપૂરનો ફિટનેસ ફંડ
જાન્હવી કપૂરની બ્યૂટીના યંગસ્ટર દિવાના છે અને આ બ્યૂટીને મેઇન્ટેન રાખવા માટે ઘણી મહેનત કરે છે. જાન્હવી પોતાને ફિટ રાખવા માટે જીમમાં જઇને ઘણો પરેસવો પાડે છે. જાન્હવીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે રનિંગ, ડબલ્સ, સ્કાઉટ, ટ્રાઇશેપની એક્સરસાઇઝ કરી રહી છે. આ વીડિયો જોઇન યંગસ્ટર ખાસ કરીને ગલ્સને પણ જીમમાં જઇને વર્કઆઉટ કરવાની ઇચ્છા જરૂર થશે.
રશ્મિકા મંદાનાને એક્સરસાઇઝ કરતી જોઇ તમને પણ જીમ જવાની ઇચ્છા થશે
‘પુષ્પા’ ફિલ્મથી નેશનલ ક્રશ રશ્મિકા મંદાના સુંદરતાની હાલ ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. સાઉથની એક્સ્ટ્રેસ તેની બ્યૂટીની સાથે સાથે તેની ક્યુનેસ અને અદાથી ચાહકોને ઘાયલ કરતી રહે છે. રશ્મિકાએ પણ પોતાને હિટ અને ફિટ રાખવા માટે વર્કઆઉટ પર વધારે ફોક્સ કરે છે. એક ઇન્સ્ટા વીડિયોમાં રશ્મિકા બોલ બેલેન્સ કરતી વખતે પુશ-અપ કરતી નજરે પડે છે.
તમન્ના ભાટીયાની સુંદરતાનું રાઝ શું છે?
બાહુબલી ગર્લ તમન્ના ભાટીયાના પણ ઘણા ચાલકો છે. તમન્નાની સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ફિલ્મોમાં ઘણી ડિમાન્ડ હોય છે. તમન્ના પણ તેના તન-મનને ફિટ રાખવા માટે યોગ કરે છે.
મલાઇકા 50 વર્ષની વયે પણ લાગે છે 25 વર્ષની
‘છૈયા છૈયા’ ગર્લ મલાઇકા અરોરા 50 વર્ષની વયે પણ 25 વર્ષની યુવતીને ટક્કર મારે એવી બ્યૂટી ધરાવે છે અને આ પાછળનું રાઝ છે તેની એક્સરસાઇઝ. મલાઇકા ઘણી હેલ્થ કોન્શિયસ છે અને બોડીને ફિટ રાખવા માટે જીમની હાર્ડ વર્કઆઉટ સહિત ઘણા પ્રકારની એક્સરસાઇઝ કરે છે.
સારા અલી ખાનની સુંદરતા પર યંગસ્ટર ફિદા
‘કેદારનાથ’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરનાર સ્ટાર કિડ્સ સારા અલી ખાનની બ્યૂટી પર યંગસ્ટર ફિદા છે. સારા પણ બોડીને મેઇન્ટેઇન રાખવા માટે ઘણી મહેનત કરે છે.
કિર્તી સેનનના ફિટનેસ ફંડા
કિર્તી સેનન એક્ટિવ એક્સ્ટ્રેસ છે. તે બોડીને ફિટ અને હેલ્થી રાખવા માટે એકસરસાઇઝ પર વધારે ફોક્સ કરે છે.