આલિયા ભટ્ટની પ્રાઇવસી ભંગ થતાં કાયદાકીય પ્રક્રિયા થશે: રણબીર કપૂર

Ranbir Kapoor News: રણવીર કપૂર હવે આલિયા ભટ્ટ (Alia Bhatt) ની ઘરની અંદરની તસવીર પરવાનગી વિના ક્લિક કરીને સોશિયલ મીડિયામાં શેર કરનાર પૈપરાઝી સામે લીગલ એક્શન લેશે.

Written by mansi bhuva
Updated : March 10, 2023 13:43 IST
આલિયા ભટ્ટની પ્રાઇવસી ભંગ થતાં કાયદાકીય પ્રક્રિયા થશે: રણબીર કપૂર
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફાઇલ તસવીર

Ranbir Kapoor On Alia Bhatt: થોડા સમય પહલાં બોલિવૂડની ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટે એક પોસ્ટ કરીને પોતાની પ્રાઇવસી ભંગ થવાનો ખુલાસો કર્યો હતો. કેટલાક ફોચોગ્રાફરોએ ઘરમાં ફરતી આલિયાની તસવીરોને તેની પરવાનગી વગર ક્લિક કરીને એક પોર્ટલમાં શેર કરવામાં આવી હતી. આ મામલે રણબીર ખુબ ગુસ્સે થઇ ગયા હતા. મહત્વનું છે કે, સ્ટાર્સની પ્રાઇવસી ભંગ થવાનો મુદ્દો ઘણો જુનો છે અને આવા પ્રકારના કિસ્સા આ પહેલા પણ સામે આવ્યા છે. ત્યારે હવે રણબીર કપૂરે આલિયા ભટ્ટની પ્રાઇવસીમાં ખલેલ પહોંચાડવા મુદ્દે તે શબક શીખવવા માટે લિગલ પ્રક્રિયા હાથ ધરશે.

તાજેતરમાં રણબીર કપૂરે જણાવ્યું હતું કે, અમે આ મામલે લીગલ એક્શન લઇ રહ્યા છીએ. હું આ અંગે વધુ વાત કરવા નથી ઇચ્છતા, પરંતુ હા એ જે કંઇ પણ થયું ખરેખર ખુબ જ ઘટિયા હતું. અભિનેતાએ પૈપારાઝીના કલ્ચર વિશે વાત કરતા કહ્યું કે, અમે પૈપરાઝીની ઇજ્જત કરીએ છીએ. એ અમારી લાઇફનો અહમ હિસ્સો છે. અમારું કામ એકબીજાના કારણે ચાલે છે, તે અમારી સાથે કામ કરે છે, અમે પણ તેમની સાથે કામ કરીએ છીએ, પરંતુ આ પ્રકારનો વ્યવહાર પરેશાન કરી દે છે અને લોકોને પણ આવી હરકતો પર શરમ આવે છે.

આ ઘટનાને લઇને બોલિવૂડના અનેક સ્ટાર્સે આલિયાના સપોર્ટમાં આવ્યા છે. આલિયાની પોસ્ટને શેર કરતા અર્જુન કપૂરે લખ્યું, “એકદમ શરમજનક છે. આ એક એવી વસ્તુ છે જ્યાં દરેક મર્યાદા વટાવી દેવામાં આવી છે. એક મહિલા પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. જે ​​કોઈ પણ પબ્લિક ફિગની તસવીરો લે છે, શું તેમની આ મર્યાદા ઓળંગવી યોગ્ય છે?

જાન્હવી કપૂરનો વિન્ટેજ લુક, ફેન્સ આફરીન

અનુષ્કાએ આ પોસ્ટ શેર કરી છે

અનુષ્કા શર્માએ પણ આલિયાને સપોર્ટ કર્યો છે. તેણે લખ્યું હતું કે “આ લોકો આવું પહેલીવાર નથી કરી રહ્યા. લગભગ બે વર્ષ પહેલા અમે તેમને ગુપ્ત રીતે આ રીતે અમારી તસવીરો લેતા જોયા હતા. શું તમને લાગે છે કે આ બધું કરવાથી તમને ફાયદો થશે? આ તમારા દ્વારા ખૂબ જ શરમજનક કૃત્ય છે. આ તે લોકો છે જેમણે અમારી પુત્રીની તસવીરો પોસ્ટ કરી હતી, જ્યારે અમે ના પાડી દીધી હતી અને તેણીની ગોપનીયતાનું સન્માન કરવાનું કહ્યું હતું.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ