બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી ફરી દમદાર વાપસી કરી છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં અભિનેત્રી બોલિવૂડમાં ભલે ઓછી સક્રિય રહી હોય તેમ છતાં રાની દરેક વખતે દર્શકોના દીલ તો જીતે જ લે છે. જ્યારે હવે ‘મિસિસ ચેટર્જી Vs નોર્વે’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, ત્યારે રાનીના વધુ એક મજબૂત અભિનયની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ‘મિસિસ ચેટર્જી Vs નોર્વે’નું ટ્રેલર ખરેખર જોરદાર છે અને એક માતાની તેના બાળકો માટે આખા દેશ સામેની કાનૂની લડાઈ દર્શાવે છે.
શું છે ‘મિસિસ ચેટર્જી વિરુદ્ધ નોર્વે’ની વાર્તા?
‘મિસિસ ચેટર્જી Vs નોર્વે’નું ટ્રેલર શરૂ થાય છે અને મિસિસ ચેટર્જી (રાની) ના પાત્રને દર્શાવે છે જે કોલકાતા છોડીને નોર્વેમાં સ્થાયી થઈ છે. પતિ નોકરી કરે છે અને મિસિસ ચેટરજીના બે નાના બાળકો છે. મિસિસ ચેટર્જીની દુનિયા તે સમયે આખી બદલાઈ જાય છે જ્યારે કાયદાનો હવાલો આપીને તેમના બંને બાળકોને તેમની પાસેથી છીનવી લેવામાં આવે છે અને તેમની ઉપર એવો ઠપ્પો લગાવવામાં આવે છે કે તે સારી માતા નથી. ત્યારબાદ મિસિસ ચેટર્જીની પોતાના બાળકોને પાછા મેળવવા માટે દેશ સામે કાનૂની લડાઈ શરૂ થાય છે.
રાનીનો પાવરપેક અંદજ
‘મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે’ના ટ્રેલરમાં, ઘણી નાની પણ મોટી બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમ કે આપણે ત્યાં બાળકોને હાથે ખવડાવવું અથવા તેમને પોતાની સાથે સુવડાવવા, પ્રેમ, સંસ્કૃતિ, ધાર્મિક વિધિઓ કે રિવાજો માનવામાં આવે છે. પરંતુ ત્યાં આ ખામીઓ છે, જેનો ઉપયોગ મિસિસ ચેટર્જી સામે થાય છે. ટ્રેલરમાં એવા ઘણા દ્રશ્યો છે જે રૂવાળા ઉભા કરી દે છે અને રાની બંગાળી માના પાત્રમાં તમારા હૃદયને સ્પર્શી જાય છે.
આ પણ વાંચો: અક્ષય કુમારની ‘સેલ્ફી’ના એડવાન્સ બૂકિંગને નબળો પ્રતિસાદ, બોલિવૂડ વર્તુળોમાં ફફડાટ
‘મિસિસ ચેટર્જી Vs નોર્વે’ ક્યારે રિલીઝ થશે?
‘મિસિસ ચેટર્જી Vs નોર્વે’ 17 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રાની મુખર્જીની સાથે આ ફિલ્મમાં અનિર્બાન ભટ્ટાચાર્ય, જીમ સરભ અને નીના ગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન આશિમા છિબ્બરે કર્યું છે. યાદ અપાવી દઈએ કે હિચકીથી મર્દાની સુધી, છેલ્લા કેટલાક સમયથી રાનીની ફિલ્મોએ દર્શકો પર અસર છોડવાનું કામ કર્યું છે. આવી સ્થિતિમાં ‘મિસિસ ચેટર્જી vs નોર્વે’ પાસેથી પણ અપેક્ષાઓ વધી જાય છે.