/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/samantha-ruth-prabhu-4.jpg)
રશ્મિકા મંદાના ફાઇલ તસવીર
નેશનલ ક્રશ અને પુષ્પા સ્ટાર રશ્મિકા મંદાના આજે 5 એપ્રિલના રોજ પોતાના 27મા જન્મદિવસ (Rashmika Mandanna Birthday) ની ઉજવણી કરી રહી છે. જન્મદિન પહેલાંથી રશ્મિકા ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહી છે. રશ્મિકા મંદાના (Rashmika Mandanna) જન્મ 5 એપ્રિલ 1996ના રોજ વિરાજપેટમાં થયો હતો. અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ઇંગ્લિશ લિટરેચર, સાઇકોલોજી અને પત્રકારત્વમાં સ્નાતક થઇ ડિગ્રી મેળવી છે.
કોલેજકાળ દરમિયાન જ અભિનેત્રીએ ક્લીન એન્ડ ક્લિયર ફ્રેશ ફેસનું ટાઇટલ જીત્યું હતું. રશ્મિકા મંદાનાએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં પુષ્પા, ગીતા ગોવિંદમ (તેલુગુ), દેવદાસ (તેલુગુ), પુષ્પા સામેલ છે. નવાઇની વાત એ છે કે, આજે રશ્મિકા મંદાના સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી હાઇપેસ્ટ અભિનેત્રીઓમાંથી એક છે. ત્યારે આવો જાણીએ તેના શોખ અને નેટવર્થ કેટલી છે તે.
અભિનેત્રીએ રશ્મિકા મંદાનાએ વર્ષ 2016માં ફિલ્મ Kirik Partyથી અભિનયની દુનિયામાં પોતાની કારકિર્દી બનાવવા તરફ પ્રયાણ કર્યું હતું. ત્યારથી લઇને આજ સુધી રશ્મિકાએ સફળતા જ મેળવી છે. આજે તે સૌની ફેવરિટ બની ગઇ છે. સર્ચ એન્જિન ગુગલે રશ્મિકાને ઇન્ડિયાની નેશનલ ક્રશનું બિરૂદ આપ્યું છે. જેને પગલે તેની લોકપ્રિયતામાં વધારો થયો છે. આ સાથે ગયા વર્ષે પુષ્પા: ધ રાઇઝ રિલીઝ થઇ હતી. જેને અપાર સફળતા મળતા રશ્મિકાની લોકપ્રિયતા અને શોહરતમાં વ્યાપક વધારો કર્યો છે.
ફિલ્મ 'પુષ્પા'માં ગરીબ છોકરીનું પાત્ર નિભાવનાર રશ્મિકા મંદાના ખરેખર તો ખુબ વૈભવી જીવન જીવે છે. તે કરોડોની સંપત્તિની માલિક છે. મીડિયા અહેવાલ અનુસાર, અભિનેત્રીની કુલ સંપત્તિ 45 કરોડથી વધુ છે. આ સાથે તે દર મહિને આશરે 40 લાખ રૂપિયા સુધીની કમાણી પણ કરે છે. અભિનેત્રીની આવકના મુખ્ય સ્ત્રોત અભિનય, પ્રદર્શન, મોડેલિંગ અને જાહેરાત છે. આમાંથી તે એક વર્ષમાં પાંચ કરોડથી વધુની કમાઇ લે છે. આ સિવાય તે ફિલ્મોમાં કામ કરવા માટે તગડી ફી લે છે.
પ્રાપ્ત વિગત મુજબ અભિનેત્રી એક પ્રોજેક્ટ માટે ચાર કરોડ રૂપિયા ચાર્જ કરે છે. રશ્મિકા આલિશાન બંગ્લામાં નિવાસ કરે છે. તેની પાસે અલગ-અલગ જગ્યાએ ઘણા મોંઘા મકાનો છે. કર્ણાટકમાં, તે તેના પરિવાર સાથે વૈભવી મકાનમાં રહે છે, જેની કિંમત લગભગ આઠ કરોડ હોવાનું કહેવાય છે. આ સિવાય તેની પાસે હૈદરાબાદ અને મુંબઈમાં ઘર છે, જે તમામ સુવિધાઓથી સજ્જ છે.
રશ્મિકાને લકઝરી વાહનોનો પણ શોખ છે. અભિનેત્રી પાસે એક કરોડની મર્સિડીઝ સી ક્લાસ, રૂ. 60 લાખની ઓડી ક્યૂ3 અને રેન્જ રોવર જેવી લક્ઝુરિયસ કાર છે. આ સિવાય રશ્મિકા મોંઘી હેન્ડબેગ કેરી કરવા માટે પણ ફેમસ છે. તેની એક બેગની કિંમત લગભગ ત્રણ લાખ રૂપિયા છે.
આપને જણાવી દઇએ કે રશ્મિકા મંદાનાનું નામ સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે ચર્ચામાં હતું, પરંતુ થોડા દિવસ પહેલા એવા સમાચાર પ્રકાશમાં આવ્યા હતા કે વિજયને નહીં પરંતુ કોઇ બીજા એક્ટરને પસંદ કરે છે. રશ્મિકા મંદાના સાઇ શ્રીનિવાસને ડેટ કરી રહી છે. જો કે આ અંગે પુષ્ટિ કરવામાં આવી નથી. નવાઇની વાત એ છે કે, થોડા દિવસ પહેલા જ રશ્મિકા અને બેલામકોંડા સાઈ શ્રીનિવાસ મુંબઈ એરપોર્ટ પર એકસાથે નજર આવ્યા હતા. ત્યારબાદ બંનેની ડેટિંગની વાતને હવા મળી છે.
રશ્મિકાના એક્ટિંગ કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2016માં કન્નડ ફિલ્મ 'કિરિક પાર્ટી'થી શરૂઆત કરી હતી. મોટા પડદા પર, વિજય દેવરકોંડા સાથે તેની જોડી ખૂબ જ મજબૂત હતી. બંનેએ સાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી. સાઉથ સિવાય હવે તેણે હિન્દી ફિલ્મોમાં પણ પગ મૂક્યો છે. ગયા વર્ષે તેણે ફિલ્મ 'ગુડબાય'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય તે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'મિશન મજનૂ'માં પણ જોવા મળી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા મંદાના ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે 'એનિમલ'માં સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. તેનું નિર્દેશન કબીર સિંહ ફેમ સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યા છે. તે જ સમયે, લોકો તેની ફિલ્મ 'પુષ્પા 2' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us