રત્ના પાઠક શાહએ કહ્યું, “એ ભાષા બોલવાની તક મળી જે માત્ર જીંદગીથી સાંભળી હતી, એનો મને આનંદ છે”

Ratna Pathak Shah Kutch Express : 6 જાન્યુઆરીએ વિરલ શાહ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ કચ્છ એક્સપ્રેસ (Kutch Express ) રિલીઝ થશે. જે રત્ના પાઠક શાહની (Ratna Pathak Shah) પ્રથમ ગુજરાતી ફિલ્મ ( gujarti films) છે. તેમાં માનસી પારેખ (mansi parekh), દર્શિલ સફારી અને ધર્મેન્દ્ર ગોહિલ પણ મુખ્ય ભૂમિકામાં છે.

Written by shivani chauhan
January 02, 2023 15:54 IST
રત્ના પાઠક શાહએ કહ્યું, “એ ભાષા બોલવાની તક મળી જે માત્ર જીંદગીથી સાંભળી હતી, એનો મને આનંદ છે”
રત્ના પાઠક શાહ ફિલ્મ કચ્છ એક્સપ્રેસથી ગુજરાતીમાં ડેબ્યૂ કરતી જોવા મળશે. (તસવીરઃ પીઆર હેન્ડઆઉટ)

રત્ના પાઠક શાહને જ્યારે પૂછવામાં આવ્યું કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શું ખોટું કરી રહી છે ત્યારે તેઓ હસ્યાં. વર્ષ 2022 તાજેતરના સમયમાં ઓછી સફળતાને લીધે સૌથી ખરાબ વર્ષ માનવામાં આવ્યું હતું. રત્ના પાઠક શાહ જેમણે હિન્દી સિનેમાની કેટલીક ટોપ ફિલ્મો આપી છે, થોડી વાર પોઝ લીધો અને જવાબ આપ્યો કે “હું ક્યાંથી શરૂ કરું?”

શાહે indianexpress.comને કહ્યું કે, “તે મુખ્યત્વે સારી સ્ક્રિપ્ટ અને યુનિક આઈડિયાનો અભાવ છે. આ પીઢ કલાકાર ચાર દાયકાથી ઉદ્યોગમાં છે અને થિયેટર, ફિલ્મો, ટીવી અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર તેના અદભૂત કાર્ય માટે જાણીતા છે.

શાહ કહે છે કે હિન્દી ફિલ્મ ઉદ્યોગ ” સરળતાની” જાળમાં ફ્લાઈ ગયો છે. કોઈ જોખમ લેવા માટે તૈયાર ન હતા. કારણ કે, શાહના અવલોકન મુજબ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભાગ્યેજ કોઈ બુદ્ધિશાળી હતા.

મોટી પ્રતિભાઓમાંના મોટાભાગના બુદ્ધિશાળી લોકો ક્યારેય ઇન્ડસ્ટ્રીમાં આવ્યા નથી. શિક્ષિત લોકો આ ઇન્સ્ટ્રીમાં ન આવ્યા, નવા ફાઇનાન્સર્સ અને નિર્માતાઓ આવી રહ્યા છે એન આશા છે કે તેઓ તેની સાથે તેમની પોતાની સંવેદનશીલતા પણ લાવશે.

આ પણ વાંચો: Animal First Look OUT: રણબીર કપૂર તરફથી ચાહકોને નવા વર્ષની ભેટ

શાહએ નોંધીને ખુશ છે કે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં લેખકોને આખરે સારું સ્થાન મળી રહ્યું છે. “ભારતીય સિનેમાના 100 વર્ષ પછી, આપણે આખરે સ્ક્રિપ્ટ લેખોને મહત્વ આપવાનું શરૂ કર્યું છે.

“દેર આયે દુરુસ્ત આયે, પર અભી તો સમજે, કી સ્ક્રિપ્ટ કે બગીર પિક્ચર નહીં બના શકતી (તેમાં અમને સમય લાગ્યો, પરંતુ અમને આખરે સમજાયું કે સ્ક્રિપ્ટ વિના ફિલ્મો બની શકતી નથી)! શક્ય રીતે આપણે એક પગલું આગળ અત્યારે પહોંચ્યા છીએ. ચાલો જોઈએ કે આપણે ક્યાં જઈએ છીએ.”

બોલિવૂડ ખરેખર કઈ દિશામાં જાય છે તે અનિશ્ચિત હોવા છતાં, શાહ જાણે છે કે દર્શકો તેને ક્યાં શોધી શકે છે, 6 જાન્યુઆરીએ વિરલ શાહ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ કચ્છ એક્સપ્રેસ રિલીઝ થશે. જે રત્ના પાઠક શાહની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. તેમાં માનસી પારેખ, દર્શિલ સફારી અને ધર્મેન્દ્ર ગોહિલ પણ મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો: Ruhaanika Dhawan: રુહાનિકા ધવન માત્ર 15 વર્ષની ઉંમરે બની કરોડોના ઘરની માલિક

શાહ કહે છે કે તે ગુજરાતી ભાષા જાણતા હોવા છતાં રિજનલ ભાષામાં ડેબ્યુ કરવામાં 40 વર્ષ લાગ્યા,પરંતુ જયારે સ્ક્રિપ્ટ તેની પાસે આવી ત્યારે તે તેના માટે શું છે તે સમજાયું હતું.

” હું એવી ફિલ્મોમાં રોલ કરવાનું પસંદ કરું છે કે જે મને જોવી ગમે, હું જે માનું છે તે સ્ક્રિપ્ટમાં હોવું જોઈએ અને તે રસપ્રદ હોવું જોઈએ. હું કંઈક ને કંઈક નવું કરવા ઈચ્છું છું જે મેં કદી ન હોય કર્યું.”

“આ એવી ભાષા બોલવાની તક હતી જે મેં આખી જીંદગી સાંભળી હતી પરંતુ તે વાતાવરણમાં કંઈક કરવાની તક ક્યારેય મળી ન હતી. મને આનંદ છે કે આખરે મને એક ગુજરાતી ફિલ્મ મળી છે. મને આનંદ છે કે મેં આની રાહ જોઈ.”

શાહ કહે છે કે નિર્માતાઓએ કેવી રીતે ફિલ્મની કલ્પના કરી અને તેને માઉન્ટ કરી તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. હેતુ “ગુજરાતી ફિલ્મ” બનાવવાનો ન હતો પરંતુ “માત્ર એક સારી ફિલ્મ” હતી.

” તેઓ નવું વીચરવા સક્ષમ હતા, જે ન માત્ર પૈસા પણ સાથે સપોર્ટ આપવા તૈયાર હતા. હવે તે ખરેખર ખાસ બાબત છે કારણ કે મોટાભાગના લોકો પૈસાની ગણતરી કરે છે અને તેને ખોટી જગ્યાએ વેડફે છે. લોકો જેમ સ્ટારબક્સની કોફી ખરીદે છે તેમ કઈ ફિલ્મના બજેટમાં પૈસા ન સ્પેન્ટ કરવા જોઈએ. મોટાભાગના કિસ્સાઓમાં આવું હોય છે. પરંતુ અહીં એક પ્રોડકશન હાઉસ હતું જે સારું કામ કરવા માટે હંમેશા તૈયાર હતું.”

આ ફિલ્મનું નિર્માણ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ ગોહિલે કર્યું છે. તે આત્મા સૂત્ર દ્વારા પ્રસ્તુત થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ