Rishabh Pant Car Accident: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો અકસ્માત થયો છે. 30 ડિસેમ્બરની સવારે ઉત્તરાખંડથી દિલ્હી પરત ફરતી વખતે રિષભની મર્સિડીઝ કાર રોડની બાજુના ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના કારણે રિષભ પંતને ગંભીર ઈજા થઈ હતી. આવા સંજોગોમાં ઋષભ પંતના આ અકસ્માતની વચ્ચે લોકોએ બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
રિષભ પંતના અકસ્માતને પગલે લોકો ઉર્વશી રૌતેલાની કોઇ પ્રતિક્રિયાની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. એવામાં ઉર્વશીએ આડકતરી રીતે રિષભ પંત પ્રત્યે પોતાની ચિંતા સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી છે.
હકીકતમાં ઉર્વશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરી છે. જેમાં તે કોઇ અપ્સરાથી ઓછી નથી લાગતી. આ લુક તમિલ બિગ બોસ ફાઇનલનો છે. જેમાં તે વ્હાઇટ ભરતનાટ્યમ પહેરવેશમાં નજર જોવા મળી રહી છે. ભારે ઘરેણા, માંગ ટીકો તેમજ પરફેક્ટ વિંગ આઇલાઇનર સાથે એમ્બેલિશ્ડ હેડગેયર, લોન્ગ લૈશેજ અને ન્યૂડ લિપ સ્ટીકના શણગારમાં તે પરિપૂર્ણ લાગી રહી છે.
ઉર્વશીએ આ લુક શેર કરતા કેપ્શનમાં લખ્યું , ‘પ્રાર્થના કરી રહી છું’. આ સાથે ઉર્વશીએ કબૂતરની ઇમોજી પણ શેર કર્યું છે. આ તસવીર જોઇને પ્રશંસકો અનુમાન લગાવી રહ્યા છે કે, ઉર્વશી રૌતેલાએ તેના કથિત બોયફ્રેન્ડ રિષભ પંત માટે આ પોસ્ટ કરી છે.
આ પણ વાંચો: રિષભ પંત કાર અસ્માત: મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ, પંતને થઇ ગંભીર ઇજા
આપને જણાવી દઇએ કે ઉર્વશીએ ભલે કેપ્શનમાં praying લખ્યું હોય, પરંતુ તેની ગ્લેમરસ તસવીર જોઇને ચાહકો ગુસ્સે થઇ ગયા છે અને તેઓ અભિનેત્રીને ખરીખોટી કહી રહ્યા છે. યૂઝર્સોએ ષ ઠાલવતા કહ્યું કે, એક તરફ રિષભ પંતનો અકસ્માત થઇ ગયો છે અને આમને સજી-ધજીને તસવીર પોસ્ટ કરવામાં રસ છે.