scorecardresearch

Rishabh Pant Accident: રિષભ પંત કાર અકસ્માત, મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ, પંતને થઇ ગંભીર ઇજા

Rishabh Pant car accident :ભારતીય ક્રિકેટર ઋષભ પંતનો કાર અકસ્માત (Rishabh Pant car accident )નું ઉત્તરાખંડના રૂરકી પાસે કાર અકસ્માત થયું હતું , અને ક્રિકેટરને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(Photo: Twitter/ANI)
(Photo: Twitter/ANI)

Sports Desk : Rishabh Pant Car Accident ભારતીય ક્રિકેટર ઋષભ પંતનો દિલ્હીથી ઘરે પછી ફરતી વખતે કાર અકસ્માત થયો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસન બોર્ડર પર ક્રિકેટરને કાર અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, ઋષભને પહેલા રૂરકીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર, તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. પંત પોતાની મર્સિડીઝ કાર ચલાવી રહ્યા હતા, જે ઉત્તરાખંડના રૂરકી પાસે અકસ્માતનો ભોગ બની હતી અને તેમાં આગ લાગવાની દુર્ઘટના ઘટી હતી.

આ પણ વાંચો: Goodbye 2022 : પાકિસ્તાન સામે ટ્રોલ થઇને પણ અર્શદીપ સિંહ બન્યો બેસ્ટ પર્ફોમર

પંતની IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે ટ્વિટ કર્યું, “ઋષભ પંતને હરિદ્વાર જિલ્લાના મંગલૌર અને નરસન વચ્ચે અકસ્માત થયો હતો. રૂરકીની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ હવે તેને દેહરાદૂનની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.”

આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા, VVS લક્ષ્મણ સહિતના ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ ટ્વિટર પર લખ્યું કે, “ઋષભ પંત માટે પ્રાર્થના, સદનસીબે તે તે ખતરામાંથી બહાર છે.

ઋષભ પંત કાચ તોડી બહાર આવ્યો

કાર અક્સ્માતગ્રસ્ત થતાં ઋષભ પંત કારમાં ઘવાયો હતો. કારને ભારે નુકસાન થતાં દરવાજા પણ ખુલતા ન હોવાથી બહાર નીકળવા માટે પંતને કારનો કાચ તોડવો પડ્યો હતો, અસ્માતની પ્રાથમિક તસવીરો દર્શાવે છે કે ઋષભને માથામાં અને પગમાં અને પીઠના ભાગે દાઝ્યો હતો.

આ પણ વાંચો: PM Modi Mother Death Live : PM મોદીના માતા હીરાબાનું નિધન

પંતને શ્રીલંકા સામેની આગામી વ્હાઇટ-બોલ સિરીઝમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા કારણ કે તે ફેબ્રુઆરીની બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ પ્રોગ્રામ માટે NCAમાં જોડાવાનો હતો.

પંતે બાંગ્લાદેશ સામે ભારતની બે ટેસ્ટ મેચની શ્રેણી જીતવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

Web Title: Rishabh pant car accident indian cricketer injured hospitalized

Best of Express