મેં મારા-પિતાને બહુ પરેશાન કર્યા છે, તેઓ મને સહન કરી રહ્યા છે: સલમાન ખાન

Salman Khan: તાજેતરમાં સલમાન ખાન રજત શર્માનો શો આપ કી અદાલત (Salman Khan aap ki adalat) માં પહોંચ્યો હતો. આ દરમિયાન સલમાન ખાનને સિગ્નેચર ક્લોઝિંગ લાઇન અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.

Written by mansi bhuva
Updated : May 04, 2023 21:01 IST
મેં મારા-પિતાને બહુ પરેશાન કર્યા છે, તેઓ મને સહન કરી રહ્યા છે: સલમાન ખાન
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફાઇલ તસવીર

સલમાન ખાન એક એવું નામ જેનાથી સૌકોઇ પરિચિત છે. તેઓ તેના લાંબા કરિયરને લઇને ઘણીવાર વિવાદોમાં ઘેરાયા છે, છતાં તેઓ તેના સ્ટારડમને કામયાબ બનાવવામાં સફળ રહ્યા છે. તાજેતરમાં સલમાન ખાન રજત શર્માનો શો આપ કી અદાલતમાં પહોંચ્યો હતો. આ દરમિયાન સલમાન ખાનને સિગ્નેચર ક્લોઝિંગ લાઇન અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.

સલમાન ખાને આ સવાલના જવાબમાં માતા-પિતા અને ભારત માતાને પરેશાન ન કરવા અંગે જણાવ્યું હતું. વધુમાં અભિનેતાએ કહ્યું કે, ખરેખર હું તેમાં વિશ્વાસ કરું છું. તે અંગત અનુભવમાંથી આવ્યો છે. કારણ કે મેં મારા માતા-પિતાને બહુ પરેશાન કર્યા છે. આ સાથે તેણે કહ્યું કે, સારી બાબત એ છે કે, “મારા પિતા ટાઇગર, રેમ્બો અને મારી માતાને ગેબ્રિયલ શોક એબ્જોબર તરીકે જાણીતા છે. સલમાન પોતાની અને તેના ભાઈ-બહેન વિશે વાત કરી રહ્યો હતો.

આ ઉપરાંત સલમાન ખાને કહ્યું કે, “ઘણા માતા-પિતા કદાચ આ મુશ્કેલીનો સામનો કરી શકતા નથી અને તેથી બાળકોને આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ન મુકવા જોઈએ. “જો તમે તમારા માતાપિતાને પરેશાન કરી રહ્યાં છો, તો તમે મૂળભૂત રીતે તમારી જાતને પણ પરેશાન કરી રહ્યાં છો,”

આ પણ વાંચો: જાન્હવી કપૂરને આવી મમ્મીની યાદ, મોબાઇલ વોલ પર સેટ કર્યો શ્રીદેવીનો ફોટો

તાજેતરમાં બોલિવૂડ બબલ પર અરબાઝ ખાનના શોમાં, સલીમ ખાને કહ્યું કે તે હંમેશાથી જાણતો હતો કે સલમાન સુપરસ્ટાર બનશે, પરંતુ તે એ પણ સારી રીતે જાણતો હતો કે “જો કોઈને નુકસાન પહોંચાડી શકે છે, તો તે પોતે સલમાન છે.” તેણે કહ્યું, “જ્યારે મેં તેની પહેલી ફિલ્મ જોઈ, ત્યારે મને લાગ્યું કે તેમાં 100 ટકા સ્ટાર ગુણો છે, પરંતુ તેની સાથે એ હકીકત પણ હતી કે હું તેના સ્વભાવને પણ જાણું છું. તેણે ક્યારેય કોઈ વાતને ગંભીરતાથી લીધી નથી. તેની પાસે સંપૂર્ણ ક્ષમતા છે. તેથી મેં વિચાર્યું કે તે 100 ટકા સ્ટાર બની જશે અને જો કોઈ તેને નુકસાન પહોંચાડી શકે તો તે પોતે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ