બોલિવૂડ સુપરસ્ટાર અને લોકોનો ભાઈજાન સલમાન ખાન આજે (27 ડિસેમ્બર) પોતાનો 57મો જન્મદિવસ (Salman khan birthday) ઉજવી રહ્યો છે. સલમાન 60ની નજીક પહોંચી ગયો છે, પરંતુ તેની ફિટનેસ જોઈને કોઈ કહી શકે નહીં કે તેની ઉમર 50ને પાર છે. સલમાન ખાન (Salman khan) તેમની ઉદારતા અને લોકોને મદદ કરવા માટે જાણીતા છે. આ સિવાય પણ ઘણી એવી બાબતો છે જે અત્યંત રોમાચિંત છે.
ઘણા વર્ષોથી સલમાન ખાનના ચાહકો તે ક્યારે લગ્ન કરશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સલમાન ખાનનએ તે ક્યારે લગ્ન કરશે તે અંગે ઘણી વખત પૂછવામાં આવ્યુ છે. પરંતુ આજ સુધી સવાલનો જવાબ મળ્યો નથી. જો કે સલમાન ખાનનું નામ ઘણી અભિનેત્રી સાથે ચર્ચામાં આવ્યું છે.
સલમાન ખાન સંગીતા બિજલાની સાથે રિલેશનશીપમાં રહ્યો છે. આ વાતથી બહુ ઓછા લોકો અવગત હશે. મીડિયા રિપોર્ટસ અનુસાર, બંને 8 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ છેલ્લે સલમાન ખાને તેને દગો આપી દીધો હતો. સલમાન ખાનએ સોમી અલીને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતુ. પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. તમને જણાવી દઇએ કે, તાજેતરમાં સોમી અલીએ સલમાન ખાન પર મારપીટનો ગંભીર આરોપ લગાવ્યો છે. પરંતુ તેને થોડીક ક્ષણમાં જ તેની આ પોસ્ટ ડિલીટ કરી નાંખી હતી.
માહિતી અનુસાર સંગીત બિજલાની જે સમયે સલમાન ખાનને ડેટ કરી રહી હતી. તે સમયે સલમાના જીવનમાં આલમ નામની લેડી લવ પણ હતી. ફરિયાએ સલમાન ખાનને કારકિર્દી ઘડવામાં ઘણી સહાયતા કરી હતી.
વિશ્વની સૌથી સુંદર સ્ત્રી એશ્વર્યા રાય સલમાન ખાનની સૌથી ચર્ચિત ગર્લફ્રેન્ડમાંથી એક છે. પરંતુ તેમનુ પ્રેમ પ્રકરણ હિટ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના સેટ પર શરૂ થઇ અને સલમાનનો ગુસ્સો જોઇ મુંબઇના માર્ગો પર ખત્તમ થઇ ગયું. માહિતી અનુસાર એશ્વર્યા સલમાનનો ગુસ્સેલો હાવભાવ જોઇ ડરી ગઇ હતી. તેમજ સલમાન ખાને ગુસ્સામાં કાબુ ગુમાવતા એશ્વર્યા રાય પર હાથ પણ ઉઠાવ્યો હતો. આ પ્રકારે સલમાન ખાનની આ પ્રેમગાથા પણ પૂરી ન થઇ શકી.
ઐશ્વર્યા રાય બાદ સલમાન ખાન સાથે કેટરીના કૈફનું નામ આવે છે. સલમાન ખાન કેટરીના કૈફને ખુબ પ્રેમ કરતા હતો. પરંતુ કિસ્મતને આ સ્વીકાર્ય નહીં હોય. કેટરીના કૈફએ ગયા વર્ષના ડિસેમ્બરમાં વિકી કૌશલ સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. જો કે આજે પણ કેટરીના અને સલમાન ખાનની ખુબ સારી મિત્રતા બંઘાયેલી છે.
સલમાન ખાન સાથે યૂલિયા વંતૂરનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. બંને એકબીજાને ઘણા સમય સુધી ડેટ કરતા રહ્યા.