Somy Ali On Lawrence Bishnoi: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન હાલમાં લોરેન્સ બિશ્નોઈ દ્વારા મળેલી ધમકીઓના કારણે લાઈમલાઈટમાં છે. એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ તેની સુરક્ષાને વધુ ચુસ્ત કરી દેવામાં આવી છે. આ મામલે થોડા દિવસો અગાઉ અભિનેતાની એક્સ ગર્લફ્રેંડ સોમી અલીએ એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે જાહેર કર્યું હતું કે તે ગેંગસ્ટરને મળવા માગે છે અને તેમના મંદિરે આવીને પૂજા પણ કરવા માગે છે.
હવે વધુ એક વખત એક્ટ્રેસે આ મુદ્દે વાત કરી છે અને જણાવ્યું છે કે તે આગામી અઠવાડિયે લોરેન્સ બિશ્નોઈને મળવાની છે. સાથે જ તે ગેંગસ્ટરને બેસીને સમજાવશે કે આ બધુ સલમાનના કારણે નથી થયું અને જો તેની કોઈ ભૂલ જ નથી તો તે માફી કેમ માંગે. ચલો તમને જણાવીએ કે સોમી અલીએ આગળ શું કહ્યું.
સલમાન ખાન માટે સોમી અલી માંગશે માફી
ખરેખરમાં એક્ટ્રેસ સોમી અલીએ હવે લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાનના મુદ્દે આજ તક સાથે વાતચીત કરી છે. આ વાતચીતમાં એક્ટ્રેસે કહ્યું કે સલમાનને ક્યારેય એ ખબર નહોતું કે બિશ્નોઈ સમાજમાં કાળા હરણની પૂજા કરવામાં આવે છે. માટે તેમની પાસે માફી માંગવાનું કોઈ કારણ નથી. તેમના તરફથી હું માફી માંગી લઈશ. આ સાથે જ એક્ટ્રેસે એ પણ સ્પષ્ટતા કરી કે હવે સલમાન ખાન સાથે તેને કોઈ લેવાદેવા નથી, બંને વચ્ચે છેલ્લી વાતચીત વર્ષ 2012માં થઈ હતી.
આ પણ વાંચો: અભિનેત્રીએ ખોલી સુપરસ્ટારની પોલ, કહ્યું- તેના ફોનમાં છોકરીઓના વીડિયો અને ફોટો…
નથી ઈચ્છતી કોઈની હત્યા થાય
આગળ પોતાની વાત રાખતા એક્ટ્રેસે કહ્યું કે, હું માત્ર એવું ઇચ્છુ છું કે કોઈની હત્યા ના થાય, આથી મારો કોઈ ફાયદો નથી અને ન તો મારે પબ્લિસિટી જોઈએ છે. પરંતુ હું નથી ઈચ્છતી કે કોઇની હત્યા થાય. હું વાયોલન્સની વિરૂદ્ધમાં છું. સોમીએ એવું પણ જણાવ્યું કે હું નવેમ્બરમાં લોરેન્સને મળીશ.
બેસીને ગેંગસ્ટરને સમજાવશે એક્ટ્રેસ
આગળ તેણે કહ્યું કે આ મામલે તે લોરેન્સ બિશ્નોઈને બેસીને સમજાવશે, કારણ કે આ બધુ જ્યારે થયું ત્યારે તે બાળક હતો. માત્ર એટલું જ નહીં, એક્ટ્રેસે એવું પણ કહ્યું કે હું પણ ઘણી વખત સલમાન સાથે શિકાર પર ગઈ છું અને જ્યાં શિકાર કરવામાં આવ્યો, તે જગ્યા 80 એકડમાં ફેલાયેલી છે. તો શું માત્ર સલમાન ખાન જ ત્યાં શિકાર કરવા ગયા અને કોઈ અન્ય નહીં જતું હોય, પરંતુ નિશાનો માત્ર સલમાનને બનાવવામાં આવી રહ્યો છે, કારણ કે તે સ્ટાર છે.





