Salman Khan Lawrence Bishnoi Blackbuck Controversy: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈ રમેશ બિશ્નોઈએ દાવો કર્યો છે કે કાળા હરણની હત્યા બાદ ફિલ્મ અભિનેતા સલમાન ખાને કોરો ચેક આપીને મામલાની પતાવટ કરવાની કોશિશ કરી હતી. તમને યાદ અપાવી દઈએ કે, લોરેન્સ બિશ્નોઈએ કાળા હરણની હત્યાના મામલે સલમાન ખાનને ધમકી આપી છે. મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વધુ એક વખત વાયરલ થઈ રહ્યો છે.
સલમાન ખાન પર 1998માં એક કાળા હરણની હત્યાનો આરોપ હતો. બિશ્નોઈ સમાજે તાજેતરમાં જ કહ્યું હતું કે, સલમાન ખાનને બિશ્નોઈ સમાજ પાસે કાળા હરણની હત્યા મામલે માફી માંગવી જોઈએ. તમને જણાવી દઈએ કે, બિશ્નોઈ સમાજ કાળા હરણની પુજા કરે છે.
લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈ રમેશ બિશ્નોઈએ તાજેતરમાં જ એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાનને લઈ ચાલી રહેલા વિવાદ વિશે ખુલીને વાત કરી હતી. રમેશ બિશ્નોઈએ દાવો કર્યો હતો કે, જ્યારે કાળા હરણની હત્યાનો મામલો ગરમાયો હતો અને બિશ્નોઈ સમાજે તેને લઈ સલમાન ખાનની આલોચના કરી હતી ત્યારે ફિલ્મ અભિનેતા પોતે આ મામલે સામે આવ્યો હતો.
આ પણ વાંચો: 10 વર્ષ અગાઉ દલિતોની વસ્તીમાં આગ લગાવનારા 101 લોકોને કોર્ટે સંભળાવી આજીવન કેદની સજા
E
રમેશ બિશ્નોઈએ દાવો કર્યો કે, સલમાન ખાને આ મામલે વળતર તરીકે પૈસા આપવાની રજૂઆત કરી હતી. તેણે એનડીટીવીને જણાવ્યું કે, સલમાન ખાન જ્યારે બિશ્નોઈ સમાજના નેતાઓને મળવા આવ્યો હતો ત્યારે કોરા ચેકની ચોપડી લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે કાળા હરણની હત્યાના મામલાને સમાપ્ત કરવા માટે જે પણ પૈસા જોઈએ તેને બ્લેંક ચેકમાં ભરી દે.
રમેશે વાતચીતમાં જણાવ્યું કે, જો અમારે પૈસા જ લેવાના હોતા તો અમે તે સમયે સલમાન ખાન દ્વારા આપવામાં આવેલ ઓફરને સ્વીકારી લીધી હોત.
સલમાન ખાનના પિતા સલિમ ખાને આરોપ લગાવ્યો હતો કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ પૈસા માટે સલમાન ખાનને નિશાનો બનાવી રહી છે પરંતુ રમેશ બિશ્નોઈએ કહ્યું કે, આમાં પૈસાને કોઈ લેવાદેવા નથી પરંતુ આ મુદ્દો અમારા વિશ્વાસ અને વિચારધારાનો છે. રમેશે કહ્યું કે, તે સમયે અમારૂ લોહી ઉકળી ઉઠ્યું હતું. રમેશ બિશ્નોઈએ એવું પણ કહ્યું કે, લોરેન્સ બિશ્નોઈ પાસે ભારતમાં 101 એકડ જમીન છે અને તે એટલો અમીર છે કે તેને કોઈની પણ પાસે વસૂલી કરવાની જરૂરીયાત નથી.
લોરેન્સ બિશ્નોઈ ગેંગને લઈ એનઆઇએ પણ ખુબ જ સક્રિય છે. એનઆઇએ એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ પર લગામ લગાવી દીધી છે. એનઆઇએ એ કહ્યું કે, અનમોલ બિશ્નોઈ વિશે સુચના આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. અનમોલ બિશ્નોઈને ‘ભાનુ’ નામથી ઓળખવામાં આવે છે. તે બનાવટી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો છે. તેને ગત વર્ષે કેન્યા અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો છે.
અનમોલ બિશ્નોઈ પર 2022માં પંજાબના પ્રખ્યાત સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો. તેના વિરૂદ્ધ 18 મામલા નોંધાયેલા છે.
મુંબઈ પોલીસે આ વર્ષે એપ્રિલમાં સલમાન ખાનના ઘરની બહાર થયેલ ફાયરિંગના મામલે પણ અનમોલ બિશ્નોઈ વિરૂદ્ધ લુકઆઉટ સર્કુલર જાહેર કર્યું હતું કારણ કે અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયા રર આ ઘટનાની જવાબદારી લીધી હતી.





