બિગ બોસની બીજી સિઝન ઓટીટી પર મચાવશે ધમાલ, પહેલા પ્રોમોમાં સલમાન ખાને દર્શકોને કહ્યું….

Salman Khan: હવે બિગ બોસની આગામી સિઝનનો નવો પ્રોમો (Bigg Boss ott 2 First Promo) સામે આવ્યો છે. જેમાં બિગ બોસ સલમાન ખાન દર્શકોને ચોવીસ કલાક મનોરંજનની પેશકશ કરી રહ્યો છે.

Written by mansi bhuva
May 26, 2023 14:36 IST
બિગ બોસની બીજી સિઝન ઓટીટી પર મચાવશે ધમાલ, પહેલા પ્રોમોમાં સલમાન ખાને દર્શકોને કહ્યું….
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફાઇલ તસવીર

લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની આગામી સિઝન ઓટીટી પર આવવા માટે તૈયાર છે. ઓટીટી પર પણ બિગ બોસની આગામી સિઝનનનું કરણ જોહરના બદલે સલમાન ખાન જ હોસ્ટ કરશે. ત્યારે હવે બિગ બોસની આગામી સિઝનનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં બિગ બોસ સલમાન ખાન દર્શકોને ચોવીસ કલાક મનોરંજનની પેશકશ કરી રહ્યો છે.

દિવ્યા અગ્રવાલ બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝનમાં વિજેતા તરીકે ઉભરી આવી હતી. કેટલાક ચાહકોએ ક્લિપ શેર કરી જેમાં સલમાન બહુચર્ચિત રિયાલિટી શો બિગ બોસની નવી સીઝનના ઓટીટી વર્ઝન વિશે વાત કરતા જોઈ શકાય છે.

બિગ બોસની ઓટીટીની બીજી સિઝનના પ્રોમોમાં જોઇ શકાય છે કે સલમાન ખાન ફટાકડા સાથે ફ્રેમમાં પ્રવેશ કરે છે. સલમાન ખાન પ્રોમોમાં કહે છે કે, ક્રિકેટ પછી શું જોવું આ છે સમસ્યા, મનોરંજન છે 24 કલાક JioCinema પર. હું લઇને આવી રહ્યો છું, બિગ બોસ ઓટીટી. તો ચલો જોઇએ ઇંડિયા.

શોના નજીકના સ્ત્રોતે અગાઉ indianexpress.comને જણાવ્યું હતું કે, સલમાન ખાને થોડા દિવસો પહેલા શોમાં તેની હાજરીની પુષ્ટિ કરી હતી. વિગતો શેર કરતા, સ્ત્રોતે કહ્યું, “જ્યારે કેટલાક સ્પર્ધકો લગભગ બંધ થઈ ગયા છે, અન્ય લોકો સાથે વાતચીત વિવિધ તબક્કામાં છે. મેકર્સ ટૂંક સમયમાં પ્રોમો દ્વારા સલમાન સાથે સત્તાવાર જાહેરાત કરવા માંગે છે. વીડિયો થોડા દિવસોમાં શેર કરવામાં આવશે.

બિગ બોસ ઓટીટી 2ના સ્પર્ધકો તરીકે કેટલાક નામોને લઇને અટકળો તેજ છે. જેમ કે જિયા શંકર, મુનવર ફારૂકી, શિવમ શર્મા, ઉમર રિયાઝ અને અવેઝ દરબારને બિગ બોસના ઓટીટી વર્ઝનનો ભાગ હશે. એરાજીવ સેને ETimes સાથેના એક ઈન્ટરવ્યુમાં પણ ખુલાસો કર્યો હતો કે આ શો માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે, સૂત્રો પુષ્ટિ કરે છે કે તેમની ભાગીદારીની પુષ્ટિ થવાની બાકી છે.

આ પણ વાંચો: બિગ બોસ ફેમ ગોરી નાગોરીએ તેને માર મારવા અંગે વીડિયોમાં કર્યો મોટો દાવો

અહેવાલો અનુસાર, બિગ બોસ OTT 2 જૂનના બીજા સપ્તાહમાં શરૂ થશે અને જુલાઈના અંત સુધીમાં સમાપ્ત થશે. બિગ બોસ 17 પણ સપ્ટેમ્બરની આસપાસ શરૂ થવાની ધારણા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ