સલમાન ખાન કો સ્ટાર પ્રવીણા દેશપાંડે કેન્સર સામે જંગ હારી, 60 વર્ષે નિધન

મનોરંજન |સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ "રેડી" માં અભિનેત્રી પ્રવીણા દેશપાંડે (Praveena Deshpande) સહાયક ભૂમિકાથી ઘણી લોકપ્રિયતા મળી હતી. તે છેલ્લે ઇમરાન હાશ્મી સિરીઝ "ટસ્કરી" માં જોવા મળી હતી. 

મનોરંજન |સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ "રેડી" માં અભિનેત્રી પ્રવીણા દેશપાંડે (Praveena Deshpande) સહાયક ભૂમિકાથી ઘણી લોકપ્રિયતા મળી હતી. તે છેલ્લે ઇમરાન હાશ્મી સિરીઝ "ટસ્કરી" માં જોવા મળી હતી. 

author-image
shivani chauhan
New Update
Salman Khan Ready movie co star Praveena Deshpande

સલમાન ખાન રેડી ફિલ્મ કો સ્ટાર પ્રવીણા દેશપાંડે કેન્સર મૃત્યુ કરિયર મુવીઝ મનોરંજન । Salman Khan Ready movie co star Praveena Deshpande cancer death due to cancer Photograph: (Social Media)

મનોરંજન ન્યૂઝ | અભિનેત્રી પ્રવીણા દેશપાંડે (Praveena Deshpande) કેન્સર સામેની લડાઈ હારી ગઈ છે. મંગળવાર, 17 ફેબ્રુઆરીના રોજ તેમનું અવસાન થયું છે. પ્રવીણા મરાઠી ઉદ્યોગની એક લોકપ્રિય અભિનેત્રી હતી. તેમણે બોલીવુડમાં પણ કામ કર્યું હતું.

Advertisment

સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ "રેડી" માં અભિનેત્રી પ્રવીણા દેશપાંડે (Praveena Deshpande) સહાયક ભૂમિકાથી ઘણી લોકપ્રિયતા મળી હતી. તે છેલ્લે ઇમરાન હાશ્મી સિરીઝ "ટસ્કરી" માં જોવા મળી હતી. 

પ્રવીણા દેશપાંડે  કેન્સર સામે જંગ હારી 

અભિનેત્રી પ્રવીણાના મૃત્યુના દુઃખદ સમાચાર તેમના પરિવાર દ્વારા અભિનેત્રીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા શેર કરવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કે, 'ખૂબ જ દુઃખ સાથે અમે તમને જણાવવા માંગીએ છીએ કે પ્રવીણા દેશપાંડેએ 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું'. અભિનેત્રીના અંતિમ સંસ્કાર મંગળવાર, 17 ફેબ્રુઆરીના રોજ મુંબઈના અંધેરી પૂર્વના ચકલા પારસીવાડામાં એક હિન્દુ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. પ્રવીણા 60 વર્ષની હતી. 

પ્રવીણા દેશપાંડે કરિયર 

પ્રવીણાએ હિન્દી તેમજ મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીએ ટેલિવિઝન, થિયેટર અને વેબ સિરીઝ સહિત સિનેમાના વિવિધ માધ્યમોમાં કામ કર્યું છે. 2011 માં, તે સલમાન ખાન અને અસિન અભિનીત ફિલ્મ "રેડી" માં જોવા મળી હતી. તે સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂરની "એક વિલન" માં પણ જોવા મળી હતી. પ્રવીણાએ જોન અબ્રાહમ સાથે "પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ" માં પણ અભિનય કર્યો હતો. 

Advertisment

પ્રવીણાએ ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. તે "ઘર એક મંદિર", "કુમકુમ", "કરમ અપના અપના" અને "કુલ્ફી કુમાર બાજેવાલા" જેવી સિરિયલોમાં જોવા મળી હતી. તેણી છેલ્લે 14 જાન્યુઆરી, 2026 ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ઇમરાન હાશ્મી અભિનીત ફિલ્મ "ટસ્કરી" માં જોવા મળી હતી.

મનોરંજન ન્યૂઝ