બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પ્રોફેશનલ લાઇફની સાથે પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. અભિનેતાને અવારનવાર જાહેરમાં તેઓ ક્યારે લગ્ન કરશે તે અંગે સવાલ કરવામાં આવ્યાં છે. પરંતુ આ સવાલનો સંતોષકારક જવાબ અત્યારસુધીમાં કોઇને પણ મળ્યો નથી. ત્યારે એક્ટર ટૂંક સમયમાં રજત શર્માનો શો આપ કી અદાલતના લેટેસ્ટ એપિસોડમાં હાજર રહેશે. આ પહેલા ઇન્ડિયા ટીવી દ્વારા તેનો એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે. જેમાં સલમાન ખાનને તેના લવ અફેયરને લઇ સવાલ કરવામાં આવ્યો છે. આ સવાલનો જવાબ અભિનેતાએ ખુબ જ મજેદાર જવાબ આપ્યો છે.
રજત શર્માએ સલમાન ખાનને તેમના મૂવ ઓન કમેંટ વિશે પૂછ્યું અને કહ્યું કે, આ જે તમારું મૂવ ઓન થઇ રહ્યુ છે એકથી બીજી, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી આ તો સતત ચાલી જ રહ્યું છે. આ સવાલના જવાબમાં અભિનેતાએ હંસતા ચહેરે કહ્યું કે, ‘પ્યારમાં અનલકી હૈ સર’.
પ્રોમોમાં શો ના હોસ્ટે અભિનેતાને સવાલ કર્યો કે, આજકલ તમારી જાન કોણ છે? અને કોને કમિટમેંટ આપ્યુ છે? આ અંગે સલમાને કહ્યું કે, આજકલ હું માત્ર ભાઇ જ છું. આ સાથે અભિનેતાએ કહ્યું કે, જેને ચાહતો હતો કે જાન બોલાવે તે આજકલ મને ભાઇ તરીકે બોલાવે છે. તો હું શું કરું? આટલું કહીને તેઓ અને દર્શકો હંસવા લાગે છે.
નોંધનીય છે કે, આપ કી અદાલતનો આ લેટેસ્ટ એપિસોડ દુબઇ ખાતે શૂટ કરવામાં આવ્યો છે. તેમજ આ એપિસોડ શનિવાર (29 એપ્રિલ) ના રોજ ઇન્ડિયા ટીવી પર પ્રસારિત થશે.
સલમાન ખાનના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો તેઓ YRFની ‘ટાઇગર 3’માં કેટરીના કૈફ સાથે જોવા મળશે. ત્યારે રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો પણ કેમિયો છે.