બોલિવૂડ અભિનેત્રી જિયા ખાને વર્ષ 2013માં આત્મહત્યા કરી હતી. ત્યારે આજે 28 એપ્રિલના 10 વર્ષ પછી સીબીઆઇ કોર્ટે ચૂકાદો આપી દીધો છે. કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કરી છોડી દીધો છે. સૂરજ પંચોલી નિર્દોષ જેલમાંથી મુક્ત થતાં જિયાની માં નાખુશ છે. તેઓ હવે સીબીઆઇના આ ચૂકાદાને હાઇકોર્ટમાં પડકારશે તેવા સમાચાર સામે આવ્યાં છે.
જિયા ખાનની માતાએ કહ્યું, હજુ હાર નથી માની
જિયાની માતા રાબિયાએ અદાલતના ચૂકાદા અંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘તેણે હજુ હાર નથી માની. ફાઇનલ જસ્ટિસ હજુ થયો નથી. પૂરાવાના અભાવના કારણે સૂરજ જેલમાંથી છૂટી ગયો છે. વધુમાં રાબિયાએ કહ્યું હતું કે, CBIએ આ કેસમાં ઢંગથી તપાસ કરી નથી. મારો આજે પણ એ જ પ્રશ્ન છે કે, મારી દીકરીનું મોત કંઇ રીતે થયું? આ ગુંથી હજુ ઉકેલાય નથી. હું આ ચૂકાદાને હાઇકોર્ટમાં પડકારીશ’.
નોંધનીય છે કે, જિયા ખાનની માતાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, સૂરજ પંચોલીએ જિયાને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને બંને સાથે લિવ ઇન રિલેશનશિપમાં પણ રહેતા હતા.
જિયા સૂરજની મિત્રતા પ્રેમમાં બદલાઇ…
મીડિયા અહેવાલના મતે સૂરજ અને જિયાની દોસ્તી સોશિયલ મીડિયાની માધ્યમથી બંધાઇ હતી. તે સમયે જિયાની સતત ફ્લોપ જતી ફિલ્મો અને તેની પાસે કોઇ કામ ન હોવાને પગલે તે પરેશાન હતી. તેવામાં તેને સૂરજનો ખભો મળ્યો અને ધીરે-ધીરે સૂરજ-જિયાની મિત્રતા પ્રેમમાં ફેરવાઇ ગઇ હતી. એકવાર સૂરજે જિયાને એરપોર્ટ પર તેની માંની સામે પ્રોપઝ પણ કરી હતી. જો કે આ સંબંધ અભિનેત્રીની માતાને પસંદ ન હતો. પણ જિયાને સૂરજ સંગ જોઇને તેની માતા રાબિયાએ બંનેને સગાઇ કરી લેવાની સલાહ આપી હતી. આપને જણાવી દઇએ કે જિયાના આત્મહત્યા પહેલા તેની અને સૂરજ વચ્ચે અંતર આવી ગયું હતું.
મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, જિયા ખાને આત્મહત્યા કરી તે પહેલા તે પ્રેગનેંટ હતી. જેને પગલે સૂરજે જિયાને એબોર્શન માટે મેડિસન આપી હતી. ત્યારબાદ જિયાને બહુ બ્લીડિંગ થતાં તેને ગભરાઇને સૂરજને ફોન કર્યો હતો. CBIએ આ એન્ગલથી પણ તપાસ કરી હતી પરંતુ સૂરજનું આ કરવા પાછળના કારણ વિશે કોઇ માહિતી મળી નહીં.