સલમાન ખાનની અપકમિંગ મુવી ‘ટાઇગર 3’નો સીન લીક, ફિલ્મમાં ઇમરાન હાશ્મી હોવાનું અનુમાન

સલમાન ખાનની આગામી ફિલ્મ ટાઇગર 3ના સેટ પરથી એક વીડિયો તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે. સેટ પરથી વાયરલ થયેલા આ કથિત વીડિયોમાં ચોતરફ ધુમાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ એક એક્શન સીન છે.

Written by mansi bhuva
March 01, 2023 08:16 IST
સલમાન ખાનની અપકમિંગ મુવી ‘ટાઇગર 3’નો સીન લીક, ફિલ્મમાં ઇમરાન હાશ્મી હોવાનું અનુમાન
સલમાન ખાનની અપકમિંગ મુવી 'ટાઇગર 3' રિલીઝ ડેટ

આજના આ ડિજિટલ અને સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં મૂવીના સીન અને તસવીરો લીક થવી એ સામાન્ય બાબત થઇ ગઇ છે. ત્યારે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. હવે સલમાન ખાન (Salman Khan) ની આગામી ફિલ્મ ટાઇગર 3 (Tiger 3) ના સેટ પરથી એક વીડિયો તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં ગદર-2ના સેટ પરથી સની દેઓલના એક પાવરફુલ સીનનો વિડીયો સામે આવ્યો હતો.

જો કે આ પહેલા પણ દબંગ ખાનના લુકની તસવીરો વાયરલ થઈ ચૂકી છે, જેને જોઈને ફેન્સ આતુર થઇ ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડીયોની વાત કરીએ તોતેમાં સલમાન ખાન નહીં, પરંતુ ફિલ્મ ટાઈગર 3માં તેનો કો-સ્ટાર ઈમરાન હાશ્મી નજરે પડ્યો છે. ટાઇગર 3ના સેટ પરથી વાયરલ થયેલા આ કથિત વીડિયોમાં ચોતરફ ધુમાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ એક એક્શન સીન છે. તે જ સમયે ચાહકો આ વીડિયોમાં ઈમરાન હાશ્મીના વખાણ કરતા જોવા મળે છે. સાથે જ તેઓ સલમાનની એક્શન ફિલ્મ જોવા માટે બેતાબ દેખાઈ રહ્યા છે.

અગાઉ સલમાન ખાનની અન્ડર-પ્રોડક્શન ફિલ્મ ટાઈગર 3ના સેટ પરથી તેનો નવો લૂક ઇન્ટરનેટ પર સામે આવ્યો હતો. આ તસવીરો રશિયામાં ફિલ્મના સેટની છે, જ્યાં સલમાન ખાન અને કેટરિના કૈફ શૂટિંગ માટે ગયા હતા. તે જ સમયે તેના લુકને ઓળખવો ખૂબ મુશ્કેલ હતો. સલમાન ગ્રેશ બ્રાઉન દાઢી, લાંબા વાળ, લાલ બેન્ડ, સફેદ ટી, વાદળી જીન્સ અને લાલ જેકેટમાં જોવા મળ્યો હતો.

ટાઇગર 3એ કબીર ખાનની ટાઇગર ફિલ્મ સીરિઝનો ત્રીજો ભાગ છે. પહેલો ભાગ – એક થા ટાઈગર – 2012માં રિલીઝ થયો હતો, જ્યારે ટાઈગર ઝિંદા હૈ 2017માં થિયેટરોમાં હિટ થયો હતો. ત્રીજા ભાગમાં પણ સલમાન ખાને સ્પેશિયલ એજન્ટ અવિનાશ સિંહ રાઠોડના રોલને રિપ્રાઇઝ કર્યો છે, જ્યારે કેટરીના કૈફે ફરીથી ઝોયા હુમાનીની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: શાહરૂખ ખાન: ‘ભારતનો કોઇ ધર્મ નથી’, અભિનેતાએ કેમ આપ્યું નિવેદન?

ઇમરાન હાશ્મી પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આમ હવે સલમાનના ચાહકો ભાઈજાનની વધુ એક એક્શન થ્રીલર માટે આતુરતાથી રાહ જોઇને બેઠાં છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ