બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન ફિલ્મ ‘પઠાણ’ને લઇને ખુબ ચર્ચામાં છે. શાહરૂખ ખાનની આ ફિલ્મે 1000 કરોડનો જાદુઇ આંકડો પાર કર્યો છે. એટલે કે પઠાણે 1000 કરોડ ઘરભેગા કર્યા છે. હજુ પણ શાહરૂખ ખાનનો જલવો યથાવત છે. શાહરૂખ ખાને ‘પઠાણ’થી પાંચ વર્ષે મોટા પર ધમાકેદાર કમબેક કર્યું છે. આ વચ્ચે અભિનેતાનું જૂનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. જે ચર્ચાનો વિષય બન્યો છે.
‘વિભિન્ન ધર્મો દેશને સુંદર બનાવે છે’
સોશિયલ મીડિયા પર વાયરલ નિવેદમાં શાહરૂખ ખાન એ કહેતા સંભળાય છે કે, ભારતનો કોઇ ધર્મ નથી, પરંતુ બધા ધર્મો એક સાથે મળીને દેશને ખુબ જ સુંદર બનાવે છે.
‘તમામ ઘર્મો દેશની ખુબસુરત પેઇન્ટિંગ’
હકીકતમાં પઠાન એક્ટરનો જબ તક હૈ જાન ફિલ્મ દરમિયાનનો એક વીડિયો તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાહરૂખ ખાન દેશના વિભિન્ન ધર્મ અને એકતા અંગે વાત કરતો સંભળાય છે. અભિનેતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતુ કે, આપણા દેશમાં કુલ 1600 ભાષાઓ અને ઉપભાષાઓ છે, 10થી 15 કિલોમીટરના અંદરમાં જ ડાયલેક્ટસ બદલાઇ જાય છે. મને એ ખબર નથી કે વિશ્વભરમાં કેટલા બધા ધર્મ છે, પણ મને લાગે છે કે, આપણા દેશમાં કોઇ એક ધર્મ નથી. ત્યારે આ તમામ ઘર્મો એકસાથે મળીને દેશની એક ખુબસુરત પેઇન્ટિંગ બનાવે છે. જેમાં તમામ રંગ એક બીજા સાથે ભળી છે.
કેઆરકેએ શાહરૂખ ખાનના વખાણના પુલ બાંધ્યા
તે જ સમયે, બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ વિવેચક કેઆરકે શાહરૂખ ખાનની પ્રશંસા કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે, ભાઇજાન શાહરૂખ ખાન સાચા છે કે તમે લાસ્ટ ઓફ ધ સ્ટાર છો, એ પણ સાચું છે કે તમે કિંગ ખાન છો. તેમજ તે પણ સાચું છે કે તમે બોલિવૂડના ઇતિહાસમાં સૌથી મોટા સુપરસ્ટાર છો. અને સત્ય વાત તો એ છે કે તમે અમારા બધાની ઇજ્જત બચાવી લીધી. અલ્લાહ તમને વધુ નાવજે. આમીન!
આ પણ વાંચો: સલમાન ખાનએ કિસી કા ભાઇ કિસી કી જાનનું નવુ ગીત ‘બિલી-બિલી’નું મજેદાર ટીઝર કર્યુ શેર
પઠાણ સામે આ ફિલ્મો ધોવાઇ ગઇ
શાહરૂખ ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ‘પઠાણ’ હજી પણ બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે. તેણે 32 દિવસમાં દેશભરમાં રૂ. 499.85 કરોડની કમાણી કરી લીધી હતી. આ ફિલ્મની સામે, કાર્તિક આર્યની ‘શહેઝાદા’ અને અક્ષય કુમારની ‘સેલ્ફી’ પણ ટકી રહી શકી નહીં. હવે તે એટલીના ‘જવાન’ માં નયંતરા સાથે દેખાશે. આ સિવાય શાહરૂખ ખાન પાસે રાજકુમાર હિરાણીની ‘ડંકી’ પણ છે, જેમાં તે તાસ્સી પન્નુ સાથે જોવા મળશે. શાહરૂખ ખાન સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર 3’ માં વિશેષ દેખાવમાં જોવા મળશે.