પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી ઐતિહાસિક પટકથા આધારિત ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. ત્યારે હવે તેઓ એક રોમાન્ટિક ડ્રામા ફિલ્મ લોકો સમક્ષ પ્રસ્તુત કરવાની તૈયારીમાં છે. આ રોમાન્ટિક ડ્રામા ફિલ્મમાં સંજય લીલા ભણસાલી કિંગ ઓફ રોમાન્સ શાહરૂખ ખાનને લેવા માંગે છે. રસપ્રદ વાત એ છે કે, સંજય લીલા ભણસાલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે કિયારા અડવાણીને લેવાની યોજના બનાવી રહ્યો છે.
આ પછી એવી અટકળો તેજ થઇ છે કે, આ ફિલ્મ કદાચ ભણશાલીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘ઇન્શા અલ્લાહ’ જ હશે. ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણશાલી સલમાન ખાન સાથે ઇન્શા અલ્લાહની યોજના કરી રહ્યો હતો. જેમાં આલિયા ભટ્ટ પણ જોવા મળવાની હતી. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. જેની ઘોષણા પણ થઇ ગઇ હતી. પરંતુ પછીથી ક્રિએટિવ ડિફરન્સના કારણે સલમાન ખાન આ ફિલ્મમાંથી નીકળી ગયો હતો. ત્યારથી આ ફિલ્મ બંધ થઇ ગઇ. હવે શાહરૂખ ખાન અને કિયારા અડવાણી સાથે સંજયલીલા ભણશાલી ઇન્શા અલ્લાહ બનાવશે તેમ લોકો માની રહ્યા છે.
આ પણ વાંચો: અતીક-અશરફ હત્યાકાંડની નિંદા કરતા સ્વરા ભાસ્કરે સરકાર પર પ્રહાર કર્યા
સંજય લીલા ભણસાલીએ ઘણી મોટી ઐતિહાસિક ફિલ્મો આપી છે. સંજયને તેમના ફિલ્મ ડિરેકશનના કારણે ઘણા એવોર્ડ એનાયત કરાયા છે. જેમાં 4 નેશનલ એવોર્ડ, 10 ફિલ્મફેર એવોર્ડ સહિત ફોરેન બાફટામાં નોમિનેશન મળ્યું છે. આ ઉપરાંત તેમને ભારતના સર્વોચ્ચ સન્માન પૈકી એક ‘પદ્મશ્રી પુરસ્કાર’થી નવાજવામાં આવ્યા છે.