સારા અલી ખાન હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા અભિનેત્રી પહેલીવાર વિકી કૌશલ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મમાં બંનેએ પતિ-પત્નીની ભૂમિકા ભજવી છે. તે તેના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. હવે દરમિયાન સારાની પર્સનલ લાઇફ અંગે મહત્વપૂર્ણ અપડેટ આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સારા અલી ખાન અને શુભમન ગિલ વચ્ચે બ્રેક અપ થયુ છ. સારા અને શુભમન ગિલ અલગ-અલગ થઈ ગઈ છે. આ સમાચાર સામે આવ્યા બાદ તેમના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે.
સારા અને શુભમન એકબીજાને અનફોલો કર્યા
હકીકતમાં સારા અલી ખાન છેલ્લા ઘણા દિવસોથી ડેટિંગના સમાચારોને લઈને હેડલાઇન્સમાં છે. આ દરમિયાન તેનું નામ ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાયું હતું. તેમના અફેરના સમાચાર મીડિયામાં ખૂબ આવ્યા છે. આ દરમિયાન હવે બંને વિશે મોટા સમાચાર આવી રહ્યા છે કે તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. ટેલી ચક્કરના અહેવાલને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે હવે બંને અલગ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ અને લાઈક્સ દ્વારા સેલેબ્સના સંબંધો વિશે ઘણી વાર અટકળો થતી રહી છે. પરંતુ હવે બંને એ એકબીજાને અનફ્લો કરી દીધા છે, જેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે હવે તેનું બ્રેકઅપ થઇ ગયુ છે. અલબત્ત બંને સ્ટાર્સ તરફથી હાલ આ મામલે કોઇ પ્રતિક્રિયા આવી નથી.
સચિન તેંડુલકરની પુત્રી સાથે પણ શુભમનનું નામ જોડાયુ
તમને જણાવી દઈએ કે ક્રિકેટર શુભમન ગિલની પર્સનલ લાઇફ ખૂબ જ ચર્ચામાં રહે છે. સારા અલી ખાન પહેલા તેનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે પણ જોડાઈ ચૂક્યું છે. જોકે, બાદમાં તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. તે જ સમયે, કેટલાક લોકો માને છે કે તેઓ બંને એક સાથે હેલ્થી અને ફ્રેન્ડલી રિલેશન ધરાવે છે. હવે સારા અલી ખાન સાથેના બ્રેકઅપના સમાચારે લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે કે શુભમન કોને ડેટ કરી રહ્યો છે?
ટોક શોમાંથી અફેરની અફવા ઉડી હતી
શુભમન ગિલ અને સારા અલી ખાન વચ્ચેના રિલેશનશીપના સમાચાર ત્યારે હેડલાઇનમાં આવ્યા જ્યારે ક્રિકેટરે સોનમ બાજવાના ટોક શો ‘દિલ દિયા ગલ્લાં’માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે રમુજી સવાલોના જવાબ આપ્યા. તેણે સારા અલી ખાનને બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રી ગણાવી હતી. સાથે જ રિલેશનશિપના સવાલ પર કહ્યું કે ‘હું બધુ સાચું બોલી રહ્યો છું. કદાચ હા, કદાચ નહીં…. ત્યારબાદ તેમની વચ્ચેના અફેરની ચર્ચા થવા લાગી હતી.