સેલ્ફી રિવ્યૂ: સેલ્ફી મુવીને દર્શકોએ ગણાવી ટાઇમવેસ્ટ, કાર્તિક આર્યન અક્ષય કુમાર કરતાં વધુ સારો

Selfiee Movie Review: જ્યારથી અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતું ત્યારથી ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે ફસ્ટ શો જોનારાઓની પ્રતિક્રિયા સામે આવવા લાગી છે.

Written by mansi bhuva
February 24, 2023 11:53 IST
સેલ્ફી રિવ્યૂ: સેલ્ફી મુવીને દર્શકોએ ગણાવી ટાઇમવેસ્ટ, કાર્તિક આર્યન અક્ષય કુમાર કરતાં વધુ સારો
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ સેલ્ફીને મોળો પ્રતિસાદ મળતા ચિંતા પ્રસરી છે

Selfiee Review: બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મી સ્ટારર કોમેડી ડ્રામા ‘સેલ્ફી’ આજે 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. રાજ મહેતાના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ડ્રાઇવિંગ લાઇસેંસની હિંદી રીમેક છે. જ્યારથી અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતું ત્યારથી ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે ફસ્ટ શો જોનારાઓની પ્રતિક્રિયા સામે આવવા લાગી છે. તો આવો જાણીએ દર્શકોને આ ફિલ્મ કેવી લાગી…

ટ્વિટર પર એક દર્શક સેલ્ફી જોયા બાદ ખુબ ગુસ્સામાં છે. તેણે અક્ષય કુમારની આ ફિલ્મને માત્ર એક જ સ્ટાર આપી ફિલ્મનો પ્રથમ ભાગ પૂરી રીતે વેસ્ટ ઓફ ટાઇમ છે, ફિલ્મના બીજા ભાગને એકદમ બોરિંગ ગણાવ્યો છે. આ સાથે દર્શકે અક્ષય કુમારને સલાહ આપી કે તે માત્ર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ટાઇપની ફિલ્મો જ બનાવે.

તો બીજી બાજુ અન્ય કેટલાક લોકોએ સેલ્ફીના એડવાન્સ બુકિંગ અને શેહઝાદાના એડવાન્સ બુકિંગની સરખામણી કરી અને કાર્તિક આર્યનને અક્ષય કુમાર કરતાં વધુ સારો કહ્યું.

કેટલાક દર્શકો તો ફિલ્મ જોયા બાદ અક્ષય કુમાર પાસેથી પૈસા પરત માંગી રહ્યા છે. જો કે, કેટલાક દર્શકોએ ફુલ પૈસા વસુલ ફિલ્મ ગણાવી છે. આ સાથે દર્શકોએ પ્રતિક્રિયા આપી કે, આગામી દિવસોમાં આ ફિલ્મ શાહરૂખ ખાનની પઠાણને ટક્કર આપશે. આ ઉપરાંત દર્શકો ફિલ્મ મેકર્સના ટિકીટની કિંમત ઓછી રાખવાના નિર્ણયના વખાણ કર્યા છે.

આ પણ વાંચો: અક્ષય કુમારની ‘સેલ્ફી’ના એડવાન્સ બૂકિંગને નબળો પ્રતિસાદ, બોલિવૂડ વર્તુળોમાં ફફડાટ

જ્યારે અન્ય એક યુઝરે અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફી જોયા બાદ ટ્વિટર પ્રતિક્રિયા આપીને ફિલ્મને ડલ ગણાવી છે. મહત્વનું છે કે, અક્ષય કુમાર માટે વર્ષ 2022 પણ સારું રહ્યુ નથી. ત્યારે આ વર્ષમાં રિલીઝ થયેલી પ્રથમ ફિલ્મ ઓપનિંગ ડે પર જ ખરાબ ગઇ છે. હવે તેની આગામી ફિલ્મ હેરા-ફેરી 3 હિટ જશે કે કેમ તે જોવું રહ્યું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ