શાહરૂખ ખાન આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. તેની ફિલ્મ ‘પઠાણે’ ભારતમાં તો ઘણી કમાણી કરી છે, સાથે જ વિદેશોમાં પણ આ ફિલ્મે સફળતાના ઝંડા ઉંચક્યા છે. આ અભિનેતાની ફિલ્મનો ક્રેઝ બાંગ્લાદેશમાં પણ ચાલી રહ્યો છે. ત્યાં ફિલ્મ 12 મેના રોજ રીલિઝ થઈ હતી, પરંતુ તે પહેલા ટિકિટો ફુલ થઈ ગઈ હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખ ખાનની ફિલ્મ ડોન 3 પણ પાઈપલાઈનમાં છે. આ અંગે નિર્માતા રિતેશ સિધવાનીનું મોટું અપડેટ સામે આવ્યું છે.
રિતેશ સિધવાનીના મતે, ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત એક્શન થ્રિલર ફિલ્મ ‘ડોન 3’ની સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. મહત્વનું છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ ડોનની બંને ફ્રેન્ચાઈઝી સફળ રહી છે. ચાહકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. હવે લોકો તેના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ ફિલ્મના નિર્માતા રિતેશ સિધવાનીનું કહેવું છે કે ફરહાન અખ્તર હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યો છે, જ્યાં સુધી તે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે કંઈ કહીશું નહીં.
રિતેશ સિધવાનીએ વધુમાં કહ્યું કે, આપણે બધા ‘ડોન 3’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. ફરહાન અખ્તર અને સિધવાનીના બેનર એક્સેલ એન્ટરટેઈનમેન્ટે અમિતાભ બચ્ચન સ્ટારર ડોન (1978) ના અધિકારો ખરીદ્યા હતા અને શાહરૂખ અને પ્રિયંકા ચોપરા સાથે તેનું નિર્માણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની પહેલી ‘ડોન’ 2006માં રિલીઝ થઈ હતી અને તેનો બીજો ભાગ 2011માં રિલીઝ થયો હતો. આ ફિલ્મમાં શાહરૂખ અને પ્રિયંકા પણ જોવા મળ્યા હતા. બંને ફિલ્મો ફરહાન અખ્તરે ડિરેક્ટ કરી છે.
‘દિલ ચાહતા હૈ’, ‘રોક ઓન’, ‘જીંદગી ના મિલેગી દોબારા’ અને ‘રઈસ’ જેવી ફિલ્મોના નિર્માણ માટે જાણીતા સિધવાની હાલમાં વેબ સિરીઝ ‘દહાડ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. રીમા કાગતી અને રુચિકા ઓબેરોય દ્વારા નિર્દેશિત, આ શ્રેણી રાજસ્થાનના નાના શહેર મંડાવામાં સેટ છે. આ સિરીઝમાં સોનાક્ષી સિંહા, વિજય વર્મા વગેરે લીડ રોલમાં જોવા મળ્યા છે. આ વેબ સિરીઝમાં સોનાક્ષી અંજલિ ભાટી નામની પોલીસની ભૂમિકામાં જોવા મળી છે, જે મહિલાઓની હત્યાની તપાસ કરે છે. તે જ સમયે, વિજય વર્માએ વિલનનો રોલ જબરદસ્ત રીતે કર્યો છે.