scorecardresearch

ધ કેરલા સ્ટોરીએ નવમાં દિવસે ભાઇજાનની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ને બોક્સ ઓફિસ પર પછાડી 100 કરોડનો આંકડો પાર કર્યો

The kerala story Collection : કેરલા સ્ટોરી વર્ષ 2023ની પાંચમી સૌથી મોટી ઓપનિંગ સાથે ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. જાણો ‘ધ કેરલા સ્ટોરી’એ પોતાની રિલીઝના 9માં દિવસે કેટલા કરોડનું કલેક્શન કર્યું.

the kerala story release date
ધ કેરલા સ્ટોરીએ દસમાં દિવસે કરી આટલા કરોડની કમાણી

વિરોધના વંટોળ વચ્ચે 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરલા સ્ટોરી બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ધ કેરલા સ્ટોરીએ પ્રથમ સપ્તાહના છ સ્પાહમાં જે કમાણી કરી છે તેને કારણે ફિલ્મ વર્ષ 2023ની પાંચમી સૌથી મોટી ઓપનિંગ સાથે ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. ધ કેરલા સ્ટોરીએ પ્રથમ સપ્તાહમાં કુલ 81.15 કરોડનું બોક્સ ઓફિસ પર કલેક્શન કર્યું છે. જો કે આ આંકડો ધ કાશ્મીર ફાઇલ્સના પ્રથમ સપ્તાહના આંકડાથી તો પાછળ જ છે. ધ કાશ્મીર ફાઇલ્સે 90 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. હવે ધ કેરલા સ્ટોરીના બીજા શુક્રવાર અને શનિવારના કમાણીના આંકડા સામે આવી ગયા છે.

ટ્રેકર સેકનિલ્કના અહેવાલ અનુસાર, ધ કેરલા સ્ટોરીએ બીજા શુક્રવારે 12.23 કરોડની કમાણી કરી જ્યારે શનિવારે આ આંકડામાં વધારો જોવા મળ્યો હતો. શનિવારે ધ કેરલા સ્ટોરીએ 19.50 કરોડની કમાણી કરી સિનેમાધરોમાં ધમાલ મચાવી હતી. આ સાથે ફિલ્મનું નવમાં દિવસનું કુલ કલેક્શન 100 કરોડને પાર પહોંચી ગયું. પ્રાપ્ત વિગત અનુસાર, ધ કેરલા સ્ટોરીએ રિલીઝ થયાના નવ દિવસની કુલ કમાણી 112.87 કરોડ રૂપિયા છે. તેમજ હિન્દી ભાષી બજારમાં ફિલ્મે તેના બીજા શનિવારે 45.60%નો કબજો મેળવ્યો હતો. જેને પગલે ‘પઠાણ’ અને ‘તુ જૂઠી મેં મક્કર’ પછી ધ કેરલા સ્ટોરી 2023ની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક બની ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ધ કેરલા સ્ટોરી પહેલાથી જ સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના જીવનકાળના સંગ્રહને વટાવી ચૂકી છે, જેણે થિયેટરોમાં માત્ર રૂ. 107.71 કરોડની કમાણી કરી છે.

જો કે આ ફિલ્મ વિવેચકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી. ધ ઈન્ડિયન એક્સપ્રેસની શુભ્રા ગુપ્તાએ ફિલ્મની તેની સમીક્ષામાં લખ્યું છે કે, “ફિલ્મ પોતે જ ખરાબ રીતે બનેલી, નબળી અભિનયવાળી રેન્ટ સિવાય બીજું કંઈ નથી કે જે કેરળની સામાજિક જટિલતાઓ પર સવાલ ઉઠાવવામાં રસ નથી.”, ભારત રાજ્ય તેના પર ગર્વ કરે છે. બહુ-સાંસ્કૃતિક. ધાર્મિક, બહુ-વંશીય ઓળખ. તેનો હેતુ એ જણાવવાનો છે કે કેરળ જોખમમાં છે કારણ કે તેની નિર્દોષ, નિષ્કપટ હિંદુ અને ખ્રિસ્તી છોકરીઓ દુષ્ટ મુસ્લિમ પુરુષો દ્વારા ફસાવવામાં આવી રહી છે, અને પોઈન્ટ ઓફ નો રીટર્નને કટ્ટરપંથી બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: પરિણીતી ચોપરા અને રાધવ ચઢ્ઢાની સગાઇની રિંગની કિંમત જાણીને હોશ ઉડી જશે, આટલી છે કિંમત

નોંધનીય છે કે, ધ કેરલા સ્ટોરી હવે આ ફિલ્મ આજે 12 મેના રોજ વધુ 37 દેશોમાં રિલીઝ થઇ છે. આ જાણકારી ફિલ્મની એક્ટ્રેસ અદા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી છે.

Web Title: The kerala story box office collection day 9 adah sharma

Best of Express