બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલ ખુબ ચર્ચામાં છે. આર્યન ખાને 30 એપ્રિલ રવિવારના રોજ પોતાની કલોથિંગ બ્રાન્ડ લોન્ચ કરી છે. આ બ્રાન્ડના કપડાની કિંમત જાણીને તમે દંગ રહી જશો તેટલી છે. આ બ્રાન્ડના કપડાની કિંમત લાખો રૂપિયાની છે. તેમ છતાં લોંચ થયાના એક જ દિવસમાં સ્ટોક ક્લિયર થઈ ગયો છે. આર્યન ખાનની આ બ્રાન્ડનું પ્રમોશન ખુદ શાહરુખ ખાન કરી રહ્યો છે. મહત્વનું છે કે, શાહરૂખ ખાન ખુદ બ્રાન્ડ છે. તેથી તેના ઓટોગ્રાફ વાળા તમામ જેકેટની લાખોમાં કિંમત હોવા છતાં લોકોએ તેને ફટાફટ ખરીદી લીધું હોવાના સમાચાર સામે આવ્યાં છે. ત્યારે આ સંદર્ભે શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે.
આર્યન ખાનનું કલેક્શન 30 એપ્રિલે ઓનલાઇન સેલ માટે મૂકવામાં આવ્યું હતું. ઓનલાઇન સેલ શરૂ થવાની સાથે જ તેને ખરીદવા માટે લોકોની પડાપડી થવા લાગી અને એક જ દિવસમાં સ્ટોક પૂરો થઈ ગયો. સ્ટોક પૂરો થયા પછી ઈન્સ્ટાગ્રામ પર આર્યન ખાને પોસ્ટ શેર કરીને લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે નેક્સ્ટ સ્ટોક માટે તૈયાર રહે.
આર્યનની પોસ્ટને શાહરૂખ ખાને પણ પોતાની સ્ટોરીમાં શેર કરી હતી. આર્યન ખાનની બ્રાન્ડના પ્રમોશન માટે શાહરુખ ખાને જે લેધર જેકેટ પહેરી હતી તે જેકેટ થોડી જ કલાકોમાં સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. આ જેકેટ ઉપર શાહરુખ ખાનના સિગ્નેચર પણ હતા. આ લેધર જેકેટના 30 પીસ હતા જેની કિંમત 2 લાખથી વધુ હતી. એટલે કે આર્યન ખાને ફક્ત જેકેટ વેચીને થોડા જ કલાકોમાં લાખો રૂપિયાની કમાણી કરી લીધી. શાહરૂખ ખાને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી જેમાં લખ્યું હતું કે, “રાઈડ માટે આભાર. બધું વેચાઈ ગયું છીએ. નેકસ્ટ સ્ટોક માટે સ્થિર રહો.
નોંઘનીય છે કે, આર્યન ખાનની આ સાઇટ પર ટી શર્ટની કિંમત પણ 24,000 છે. ત્યારે ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર બ્રાન્ડની તેની આસમાની કિંમતો માટે ટીકા કરી હતી. હવે આર્યન ખાનના પ્રથમ પ્રોજેક્ટની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર, વેબ-સિરીઝમાં છ એપિસોડ હશે અને તેનુ નામ સ્ટારડમ રાખવામાં આવ્યુ છે. આર્યને બિલાલ સાથે સિરીઝનું સહ-લેખન કર્યુ છે. આ સિરીઝને લઈને વધુ અપડેટની રાહ જોવાઈ રહી છે. હાલ તો આર્યનના આ પ્રોજેક્ટની જાહેરાતે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે કે આખરે આમાં ખાસ શું હશે.