scorecardresearch

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’નો લીક થયેલો વીડિયો હટાવવા દિલ્હી હાઇકોર્ટનો આદેશ

Shah Rukh Khan Movie Jawaan: શાહરૂખના ‘જવાન’ના બે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા હતા. જેની સામે શાહરૂખ ખાન અને ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

shah rukh khan movie jawan news
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન ફાઇલ તસવીર

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન તેના ચાહકો માટે પઠાણ બાદ હવે વધુ એક મોટા ધમાકાની તૈયારીમાં છે. કિંગ ખાનની ફિલ્મ જવાન પર સતત કામ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ શાહરૂખના ‘જવાન’ના બે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા હતા. જેની સામે શાહરૂખ ખાન અને ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. હવે આ મામલે કોર્ટનો નિર્ણય આવી ગયો છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, તેની આગામી ફિલ્મ જવાનની બે ક્લિપ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લીક થઈ છે. પ્રથમ ક્લિપમાં કિંગ ખાન સાથે ફાઇટ સિક્વન્સ દર્શાવવામાં આવી હતી, જ્યારે બીજા વીડિયોમાં તેને અને નયનતારાને ડાન્સ સિક્વન્સમાં દર્શાવવામાં આવ્યા હતા. જેને શાહરૂખની ટીમે તમામ સોશિયલ મીડિયા પરથી હટાવવાનું કહ્યું હતું.

દિલ્હી હાઈકોર્ટના જજ સી હરિ શંકરે મંગળવાર, 25 એપ્રિલના રોજ આદેશ આપ્યો હતો કે જવાનની લીક થયેલી ક્લિપને YouTube, Google, Twitter અને Reddit જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવે અને તેનું સર્ક્યુલેશન પણ બંધ કરવામાં આવે. આ સિવાય જજે તમામ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને ફિલ્મની કોપીરાઈટેડ કન્ટેન્ટ દર્શાવતી વેબસાઈટના એક્સેસને બ્લોક કરવા કહ્યું છે.

આ પણ વાંચો: સદાબહાર સૌંદર્ય ધરાવતી અભિનેત્રી રેખા આ કારણથી માંગમાં સિંદૂર લગાવે છે? જાણો

એવું માનવામાં આવે છે કે પઠાણ બાદ હવે શાહરૂખ પુરજોશમાં છે અને તે આ ફિલ્મ માટે કોઈ કસર છોડવા માંગતો નથી. આ ફિલ્મમાં સાઉથ સ્ટાર વિજય સેતુપતિ પણ એક્શન કરતો જોવા મળશે. કિંગ ખાનની ફિલ્મ જવાન 2 જૂન, 2023ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ જેવી પાંચ ભાષાઓમાં રિલીઝ થશે.

Web Title: Shah rukh khan upcoming movie jawaan leak video remove high court news

Best of Express