અભિનેતા શાહરૂખ ખાન 17 વર્ષ પછી 70માં ફિલ્મફેર એવોર્ડ્સના હોસ્ટ તરીકે પરત ફરશે. આયોજકોએ આ જાહેરાત કરી છે. શાહરૂખ 11 ઓક્ટોબરે અમદાવાદમાં યોજાનાર એવોર્ડ શોનું આયોજન કરશે અને કરણ જોહર મનીષ પોલ સાથે તેનું કો-હોસ્ટિંગ કરશે. એક નિવેદનમાં 59 વર્ષીય સુપરસ્ટારે કહ્યું, “મેં પહેલી વાર ‘બ્લેક લેડી’ હાથમાં પકડી ત્યારથી લઈને મારા સાથીદારો અને ચાહકો સાથે અસંખ્ય યાદો શેર કરવા સુધી, તે પ્રેમ, સિનેમા અને જાદુની સફર રહી છે. એવોર્ડ્સના 70માં વર્ષમાં કો-હોસ્ટ તરીકે પાછા ફરવું ખરેખર ખાસ છે, અને હું વચન આપું છું કે અમે તેને એક યાદગાર રાત બનાવીશું, જે હાસ્ય, યાદો અને આપણે બધાને ગમતી ફિલ્મોની ઉજવણીથી ભરેલી હશે.”
શાહરૂખે અગાઉ ફિલ્મફેર એવોર્ડ્સને હોસ્ટ કર્યું છે. “કલ હો ના હો” ના તેના સહ અભિનેતા સૈફ અલી ખાન 2003 અને 2004 માં તેનો કો-હોસ્ટ હતો, અને કરણ જોહર 2007 માં તેનો કો-હોસ્ટ હતો. તેમણે છેલ્લે 2008 માં 53મા ફિલ્મફેર એવોર્ડ્સમાં સૈફ, કરણ અને વિદ્યા બાલન સાથે સ્ટેજ શેર કર્યું હતું. ત્યારથી તે અતિથિ હોસ્ટ તરીકે દેખાયો છે.
કરણ જોહરે કહ્યું, “ફિલ્મફેર ફક્ત એક એવોર્ડ નથી, તે એક વારસો છે જેણે ભારતીય સિનેમાની વાર્તાને આકાર આપ્યો છે અને પેઢીઓ દ્વારા પસાર થતો રહે છે. 2000 થી મેં લગભગ દરેક ફિલ્મફેર એવોર્ડ્સમાં હાજરી આપી છે અને ઘણા એવોર્ડ પણ આપ્યા છે. 70 વર્ષની ઉજવણી સાથે મને આ કાર્યક્રમનો ભાગ બનવાનો ખરેખર આનંદ છે, જે અત્યાર સુધીની સૌથી યાદગાર રાત્રિઓમાંની એક બનવાનું વચન આપે છે.”
આ પણ વાંચો: શાહરૂખ ખાન વિશ્વનો સૌથી અમીર અભિનેતા, વર્ષોથી ફિલ્મોથી દૂર અભિનેત્રીએ પણ બાજી મારી
શાહરૂખ ખાન સૌથી ધનિક કલાકારોની યાદીમાં ટોચ પર
શાહરૂખ ખાન બોલિવૂડનો સૌથી ધનિક અભિનેતા બન્યો છે. આજે બુધવારે, હુરુરના એક અહેવાલમાં ખુલાસો થયો કે શાહરૂખ ખાન 1.4 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતો એકમાત્ર બોલીવુડ અભિનેતા બન્યો છે. બોલિવૂડમાં શાહરૂખ ખાન જેટલો ધનવાન બીજો કોઈ અભિનેતા નથી.