Goti Soda Season 3: હાસ્યનો ખજાનો! Shemaroo me એપ પર કોમેડીથી ભરપૂર ‘ગોટી સોડા સિઝન 3’ રિલીઝ

Goti Soda Season 3: શેરમારૂમી એપ પર ગુજરાતી વેબ સીરિઝ ગોટી સોડા સિઝન 3 આજે 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ ગઇ છે.

Written by mansi bhuva
Updated : February 10, 2023 09:01 IST
Goti Soda Season 3: હાસ્યનો ખજાનો! Shemaroo me એપ પર કોમેડીથી ભરપૂર ‘ગોટી સોડા સિઝન 3’ રિલીઝ
શેમારૂમી પર કોમેડીથી ભરપૂર 'ગોટી સોડા સિઝન 3' રિલીઝ

શેમારૂ મી એટલે ગુજરાતી દર્શકો માટે મનોરંજનનું બીજું નામ, એ વાતમાં જરાય અતિશયોક્તિ નથી. આપણા સૌના ગમતા આ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ પર અત્યાર સુધી રિલીઝ થયેલા અઢળક નાટકો, ફિલ્મ અને વેબસિરીઝે દર્શકોને ખડખડાટ હસવા મજબૂર કર્યા છે. સાથે જ જીવનના પાઠ ભણાવ્યા છે અને મજા કરાવી છે. એટલે જ શેમારૂમી ફરી એકવાર સંજય ગોરડિયા સ્ટારર ‘ગોટી સોડા’ વેબસિરીઝની નવી સિઝન લઈને ધમાલ મચાવા આવી રહ્યા છે. આજે ‘ગોટી સોડા’ની સ્ટાર કાસ્ટની અમદાવાદ ખાતે સ્થિત હયાત હોટલમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ તકે સ્ટાર કાસ્ટ સાથે ઘણી વાત થઇ હતી.

શેમારૂમી અને ગોટી સોડાની સફળતા એ વાત પરથી સમજી શકાય છે કે આ વેબસિરીઝની ત્રીજી સિઝન 9 ફેબ્રુઆરીથી એટલે કે આજે સ્ટ્રીમ થઇ ગઇ છે. દર્શકોએ પહેલી બંને સિઝનને અપાર પ્રેમ આપ્યા બાદ હવે શેમારૂમી દર્શકોની ડિમાન્ડ પર હાસ્યના વાવાઝોડા સમાન ગોટી સોડાની ત્રીજી સિઝન ગોટી સોડા 3 લઈને હાજર છે.

આ વખતે પણ પપ્પુ એન્ડ પરિવાર તમને સૌને હસાવવા માટે તત્પર છે. સ્ટોક બ્રોકર પપ્પુની મમ્મી પત્ની, બાળકો સહિતના કેરેક્ટર્સની અજબ ગજબ હરકતો તમને સૌને જીવનનો ગમ્મે તેવો સ્ટ્રેસ ભુલાવીને હસતા રમતા કરી દેશે. ‘ગોટી સોડા 3’ માં પણ વેબસિરીઝની વાર્તા પપ્પુ અને તેના પરિવારના સભ્યોની આસપાસ ફરે છે. ક્યારેક પપ્પુની પત્નીની રેસિપી તમને ખડખડાટ હસાવશે, તો ક્યારેક પપ્પુની મમ્મીના કારસ્તાન તમને હાસ્યથી તરબોળ કરશે, તો વળી ક્યારે પપ્પુના સુપુત્રના કાંડ હસાવી હસાવીને પેટ દુખાડી દેશે.

આ વેબ સીરિઝનું ‘ગોટી સોડા’ જ નામ કેમ રાખવામાં આવ્યું એ સવાલ દરેકના મનમાં થતો હશે. ત્યારે આ સવાલનો જવાબ આ વીડિયોમાં સાંભળો…

આ વેબસિરીઝની ત્રીજી સિઝનને લઈને સંજય ગોરડિયા ખુશખુશાલ છે, તેમનું કહેવું છે કે,’ત્રીજી સિઝન એટલે ટ્રિપલ મજા. શેમારૂમીના દર્શકોનો હું દિલથી આભાર માનું છે કે એમણે અમારી આ વેબસિરીઝને જબરજસ્ત પ્રેમ આપ્યો કે પ્રેમને વશ થઈને અમે ત્રીજી સિઝન લઈને તમારી સામે હાજર છીએ. આ વખતે પણ તમને પાછલી બંને સિઝન જેટલી જ મજા આવવાની છે.

શેમારૂમી પર રિલીઝ થઈ રહેલી આ પારિવારિક સિટકોમ વેબસિરીઝને દિવ્યેશ પાઠકે ડિરેક્ટ કરી છે, તો સંજય ગોરડિયાની સાથે પ્રાર્થી ધોળકિયા, પ્રથમ ભટ્ટ, સુનિલ વિશ્રાણી, જિયા ભટ્ટ, ભૂમિકા સહિત ભાવિની જાની જેવા ખમતીધર કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે.

આ પણ વાંચો: Akshay Kumar Selfiee : અક્ષય કુમારની ‘સેલ્ફી’નું બીજું સોંગ ‘કુડીયે ની તેરી’ રિલિઝ, મૃણાલ ઠાકુરના સિઝલિંગ લુકે ઉડાવ્યા ફેન્સના હોશ

ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ