/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Shilpa-shirodkar.jpg)
શિલ્પા શિરોડકરે અંબાજી માતાના આશીર્વાદ લીધા (તસવીર: shilpashirodkar73/Instagram)
તાજેતરમાં બિગ બોસ 18 થી ચર્ચામાં આવેલી અભિનેત્રી શિલ્પા શિરોડકરે ગુજરાતનો પ્રવાસ કર્યો. અભિનેત્રીએ ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદરે આવીને દર્શન કર્યા હતા. જેવી તસવીરો અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.
તસવીરોમાં શિલ્પા ભક્તિમાં લીન જોવા મળી રહી છે. સાથે જ તે પંડિત જી પાસે રક્ષા સૂત્ર બંધાવતી નજર આવી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે તે માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહી છે. આ સિવાય તેણે લખ્યું કે, તે 'જટાધરા' ફિલ્મ તેના માટે એક ખાસ અનુભવ છે. જેને તે હંમેશા પોતાનામાં સંભાળીને રાખશે.
અભિનેત્રી શિલ્પા શિરોડકરે અંબાજી શક્તિપીઠના મંદિર પરિસરમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર અને માતાજીની ગાદીના દર્શન કર્યા હતા. સાથે જ તેણે વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રના પણ દર્શન કર્યા. અંબિકેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક કરી શિવ પૂજા પણ કરી હતી.
શિલ્પા શિરોડકર સુધીર બાબુ અભિનિત ફિલ્મ જટાધરામાં નજર આવશે. જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મનું નિર્દેશન વેંકટેશ કલ્યાણ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેનું નિર્માણ ઝી સ્ટૂડિયો દ્વારા કરાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us