સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્ન! હલ્દી સેરેમનીનો વીડિયો આવ્યો સામે, દુલ્હનની જેમ સૂર્યગઢ પેલેસ સજાવ્યો

Sidharth Kiara Wedding: પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી ટૂંક સમયમાં લોકપ્રિય અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની પત્ની બનવા જઈ રહી છે, જેનો અર્થ છે કે અન્ય એક બોલિવૂડ કપલ વાસ્તવિક જીવનમાં લગ્ન કરવા જઈ રહ્યું છે.

Written by mansi bhuva
February 07, 2023 13:51 IST
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્ન! હલ્દી સેરેમનીનો વીડિયો આવ્યો સામે, દુલ્હનની જેમ સૂર્યગઢ પેલેસ સજાવ્યો
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે લગ્નની પવિત્ર બંધનમાં બંધાશે

બોલિવૂડની લોકપ્રિય જોડી પૈકી એક સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી (Sidharth Malhotra and Kiaara Advani Wedding) તેના લગ્નને લઇને ખુબ ચર્ચામાં છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે એટલે કે 7 ફેબ્રુઆરીના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ જશે. ત્યારે ચાહકો તેમને એકસાથે જોવા માટે ખુબ ઉત્સાહિત છે. આ કપલે તેમના રોયલ વેડિંગ માટે રાજસ્થાનના જેસલમેરમાં સૂર્યગઢ પેલેસ પસંદ કર્યો છે. આ જ કડીમાં સૂર્યગઢ પેલેસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે.

5 ફેબ્રુઆરીની બપોરથી જ બી-ટાઉનની ઘણી હસ્તીઓએ જેસલમેરમાં આવવા-જવાનું શરૂ કરી દીધી છે. તેવામાં, તમને સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની હલ્દી સેરેમનીનો વીડિયો સામે આવ્યો છે.

સિદ્ધાર્થ અને કિયારા હલ્દી સેરેમની માટે તૈયાર છે અને તેમના મિત્રો અને સંબંધીઓ પણ હવે તૈયાર થઈ રહ્યા છે. કપલના હલ્દી ફંક્શનનો પહેલો વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તેમના ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.

તમે આ વીડિયોમાં સિદ્ધાર્થ અને કિયારાની ઝલક તો નહીં જોવા મળે, પરંતુ તમને રિપોર્ટ અનુસાર, આ એ જ જગ્યા છે જ્યાં ‘શેર શાહ’ કપલની હલ્દી સેરેમની છે. સૂર્યગઢ પેલેસનો આ ભાગ સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યો છે અને એવું લાગે છે કે હલ્દીની થીમ યલો અને વ્હાઇટ છે. દરેકને બેસવા માટે ટેબલ્સ છે, જેને ટેબલ અંબ્રેલાથી કવર કરવામાં આવ્યા છે અને તમામ ટેબલો પર ફ્લોરલ ડેકોરેશન પણ છે.

આ પણ વાંચો: Kangana Ranaut: કંગના રનૌતે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પર જાસૂસીનો આરોપ લગાવ્યો, ઇન્સ્ટા સ્ટોરીમાં આ મોટો દાવો

યુગલનાં લગ્ન જીવન વિશે આગાહીઓ પણ થવા લાગી છે. એક ટેરોટ કાર્ડ રિડરની આગાહી મુજબ કિયારા સિદ્ધાર્થ માટે શુકનિયાળ પુરવાર થશે. લગ્ન બાદ સિદ્ધાર્થની કેરિયર આગળ ધપશે. સિદ્ધાર્થ લગ્ન બાદ ફિલ્મ નિર્માણમાં પણ ઝંપલાવશે. કિયારા બહુ જ સુશીલ અને ગુણકારી પત્ની સાબિત થશે. કિયારા લગ્નના બે વર્ષમાં માતા બનશ એવી આગાહી કરવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ