સ્મૃતિ મંધાનાએ સોશિયલ મીડિયા પરથી પોતાની સગાઈ અને લગ્ન સંબંધિત તમામ પોસ્ટ ડિલીટ કરી

સ્મૃતિ મંધાનાએ કાં તો પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે અથવા સેટિંગ્સ બદલી નાખ્યું છે જેથી તે હવે તેની ટાઇમલાઇન પર દેખાતા નથી. કારણ ગમે તે હોય તેણીની સગાઈ/લગ્ન ઇવેન્ટ્સના ફોટા અને વીડિયોઝ હવે તેના એકાઉન્ટ પર નથી.

Written by Rakesh Parmar
November 24, 2025 21:18 IST
સ્મૃતિ મંધાનાએ સોશિયલ મીડિયા પરથી પોતાની સગાઈ અને લગ્ન સંબંધિત તમામ પોસ્ટ ડિલીટ કરી
સ્મૃતિ મંધાનાએ લગ્ન સંબંધિત બધી પોસ્ટ ડિલીટ કરી. (તસવીર: સોશિયલ મીડિયા)

મહિલા ક્રિકેટની સુપરસ્ટાર સ્મૃતિ મંધાના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તે તેના મંગેતર પલાશ મુચ્છલ સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવા જઈ રહી હતી, પરંતુ તેના પિતા શ્રીનિવાસ અચાનક બીમાર પડી ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તેણીએ હવે તેના લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખ્યા છે. દરમિયાન તેણીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી પલાશ સાથેના તેના આગામી લગ્ન સંબંધિત તમામ ફોટા અને વીડિયોઝ ડિલીટ કરી દીધા છે.

સ્મૃતિ મંધાનાએ કાં તો પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે અથવા સેટિંગ્સ બદલી નાખ્યું છે જેથી તે હવે તેની ટાઇમલાઇન પર દેખાતા નથી. કારણ ગમે તે હોય તેણીની સગાઈ/લગ્ન ઇવેન્ટ્સના ફોટા અને વીડિયોઝ હવે તેના એકાઉન્ટ પર નથી. વધુમાં તેના નજીકના મિત્રો અને સાથી ખેલાડીઓ, જેમ કે શ્રેયંકા પાટિલ અને જેમીમા રોડ્રિગ્સ, એ પણ સ્ટાર ક્રિકેટરની સગાઈ અને લગ્ન સંબંધિત ફોટા અને વીડિયોઝ દૂર કરી દીધા છે.

આ પણ વાંચો: બુરખો પહેરીને સંસદમાં પહોંચી જમણેરી સેનેટર પૌલિન હેન્સન, થયો જબરજસ્ત હોબાળો

પલાશે પણ હોસ્પિટલમાં જવું પડ્ચું

સ્મૃતિ મંધાનાના પિતા હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેના મંગેતર, પલાશ મુચ્છલ પણ બીમાર પડી ગયા. NDTV ના અહેવાલ મુજબ વાયરલ ચેપ અને એસિડિટીની ફરિયાદ બાદ પલાશને ખાનગી હોસ્પિટલમાં લઈ જવી પડી હતી. સદનસીબે તે સારવાર પછી તરત જ તેની હોટલમાં પાછો ફર્યો.

સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત હવે કેવી છે?

મંધાના પરિવારે જણાવ્યું છે કે શ્રીનિવાસ મંધાનાની સ્થિતિ સ્થિર છે અને તે નજીકની તબીબી દેખરેખ હેઠળ છે. સ્મૃતિ મંધાના 23 નવેમ્બરના રોજ સંગીતકાર પલાશ મુછલ સાથે લગ્ન કરવાના હતા. જોકે તેના પિતાની અચાનક બીમારીને કારણે, લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે. આ દંપતી મહારાષ્ટ્રના સાંગલીમાં પરિવાર, નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં લગ્ન કરવાના હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ