દિવંગત અભિનેતા પુનીત રાજકુમારનું ‘કર્ણાટક રત્ન એવોર્ડ’થી સન્માન, પત્ની અશ્વિનીએ લીધો એવોર્ડ

Puneeth Rajkumar karnataka ratna award: રાજ્યનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન પુનીત રાજકુમારની પત્ની અશ્વિની પુનીત રાજકુમારએ લીધું હતું. પુનીત રાજકુમાર આ એવોર્ડ મેળવનાર નવમાં ક્રમે છે.

Written by mansi bhuva
Updated : November 03, 2022 09:18 IST
દિવંગત અભિનેતા પુનીત રાજકુમારનું ‘કર્ણાટક રત્ન એવોર્ડ’થી સન્માન, પત્ની અશ્વિનીએ લીધો એવોર્ડ
સાઉથ સુપરસ્ટાર દિવંગત પુનીત રાજકુમારનું સન્માન કારયું.

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ચમકતુ નામ દિંવગત અભિનેતા પુનીત રાજકુમારનું કર્ણાટક સરકારે સર્વોચ્ચ એવોર્ડથી સ્નમાન કર્યું છે. આ સાથે તેના જીવનના એક અધ્યાયને પાઠ્યપુસ્તકમાં સામેલ કરવા અંગે સરકાર વિમર્શ કરશે. પુનીત રાજકુમારે જીંદગીના 46 વર્ષમાં ખુબ નામના મેળવી હતી. તે તેના પિતાના સંસ્કારો અને સમાજ સેવા કરવામાં માનતા હતા.

કર્ણાટક સરકારે મંગળવારે દિવંગત અભિનેતા પુનીત રાજકુમારને બેંગલુરુના વિધાન સૌધ ખાતે આયોજિત 67માં કન્નડ રાજ્યોત્સવના ભવ્ય સમારોહ દરમિયાન ‘કર્ણાટક રત્ન’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

રાજ્યનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન પુનીત રાજકુમારની પત્ની અશ્વિની પુનીત રાજકુમારએ લીધું હતું. પુનીત રાજકુમાર આ એવોર્ડ મેળવનાર નવમાં ક્રમે છે. ઉલ્લેખનીય છે કે, ‘કર્ણાટક રત્ન’ પુરસ્કાર છેલ્લે 2009માં સમાજ સેવા બદલ ડૉ. વીરેન્દ્ર હેગડેને આપવામાં આવ્યો હતો.

આ એવોર્ડનું વિતરણ સાઉથ સુપરસ્ટાર રજનીકાંત અને જુનિયર એનટીઆર તેમજ ઇન્ફોસિસના ચેરમેન સુધા મુર્તિની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

પુનીત રાજકુમારના મોટા ભાઈ શિવ રાજકુમાર પણ આ કાર્યક્રમમાં હાજરી રહ્યા હતા. કાર્યક્રમને પગલે ભારે ભીડ હોવાથી આંબેડકર રોડને બંધ કરી દેવાયો હતો. જેને પગલે પોલીસે લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે એડવાઇઝરી જાહેર કરી વિનંતી કરી હતી.

આ પણ વાંચો: ઐશ્વર્યા રાય બચ્ચન છે કરોડોની સંપત્તિની માલિક, વિશ્વ સુંદરી એક ફિલ્મ માટે કરે છે આટલો ચાર્જ

મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ નિવેદન આપ્યું હતું કે રાજ્ય સરકાર પાઠ્યપુસ્તકોમાં પુનીત રાજકુમારના જીવન પરના એક પાઠને સામેલ કરવા અંગે વિચાર કરશે. મુખ્યમંત્રી અભિનેતાના પ્રશંસકોના એક વર્ગ દ્વારા પાઠ્યક્રમમાં તેના જીવનના એક અધ્યાયને સામેલ કરવાની માંગને લઇ મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા.

સીએમ બોમાઈએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે, પુનીત રાજકુમાર પ્રેરણાના સ્ત્રોત હતા. તેમના દ્વારા સ્થાપિત ઉદાહરણને અનુસરીને તેમના ઘણા પ્રશંસકોએ તેમના અંગોનું દાન કર્યું છે. જે સમાજ પ્રત્યે તેમની સેવા વિશે ઘણું જણાવે છે.

ઉલ્લેખનીય છે કે, ફિટનેસના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા પુનીતને જીમમાં બે કલાકની કસરત કર્યા બાદ હાર્ટમાં દુ:ખાવો ઉપડ્યો હતો. પુનીતની તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તબીબોએ સતત તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ કમનસીબે તેમનું નિધન થયુ હતુ.

આ પણ વાંચો: Shah Rukh khan Birthday: શાહરૂખ ખાન બર્થ ડે સ્પેશિયલ, મારા જીવનમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે હું હિંમત હારી ગયો હતો

પુનીત દક્ષિણ ભારતીય ફિલ્મોનું જાણીતુ નામ હતુ. પુનીતના પિતા રાજકુમાર ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ હતુ. તેમને કન્નડ સિનેમાના આઈકન માનવામાં આવતા હતા. તેઓ પહેલા એવા કન્નડ ઈન્ડસ્ટ્રીના અભિનેતા હતા. જેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. પુનીતના પિતા રાજકુમાર તેમને અને તેમની બહેનને ફિલ્મના સેટ પર લઇ જતા હતા. પુનીતનો કન્નડ સિનેમામાં સૌથી વધુ ફી લેનારા અભિનેતામાં સમાવેશ થાય છે.

અભિનેતાએ પોતાના પિતાની જેમ પોતાની આંખોનું દાન કર્યુ હતુ. પ્રસિદ્ધ અભિનેતા ડૉ. રાજકુમારે 1994માં પોતાના આખા પરિવારને આંખોનું દાન કરાવવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ડૉ. રાજકુમારનું પણ નિધન વર્ષ 2006માં હાર્ટ એટેકના કારણે થયુ હતુ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ