Squid Game Season 3: નેટફ્લિક્સ પર શરૂ થશે 'મોત'ની છેલ્લી રમત, 'સ્ક્વિડ ગેમ 3' આ દિવસે થશે રિલીઝ

'Squid Game Season 3' વિશે ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ બહુપ્રતિક્ષિત સીઝન 27 જૂન 2025 ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ સીઝન મધ્યરાત્રિ 12 વાગ્યે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

'Squid Game Season 3' વિશે ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ બહુપ્રતિક્ષિત સીઝન 27 જૂન 2025 ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ સીઝન મધ્યરાત્રિ 12 વાગ્યે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Squid game season 3, squid game 3 release date

'Squid Game Season 3' વિશે ચાહકોમાં ભારે ઉત્સાહ છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Squid Game Season 3: વિશ્વભરમાં ધૂમ મચાવનાર કોરિયન સિરીઝ 'સ્ક્વિડ ગેમ' હવે ફરી એકવાર તેની ત્રીજી અને અંતિમ સીઝન સાથે પરત ફરી રહી છે. મૃોતની રમતની વાર્તાએ પહેલી બે સીઝનમાં દર્શકોને આશ્ચર્યચકિત કર્યા હતા પરંતુ હવે આ સીઝનમાં વધુ રોમાંચ, વિશ્વાસઘાત અને ભાવનાત્મક મુકાબલો જોવા મળશે.

Advertisment

Squid Game Season 3 ક્યારે અને ક્યાં જોઈ શકશો?

'Squid Game Season 3' વિશે ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ બહુપ્રતિક્ષિત સીઝન 27 જૂન 2025 ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ સીઝન મધ્યરાત્રિ 12 વાગ્યે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ખાસ વાત એ છે કે ભારતમાં આ શો બપોરે 12:30 વાગ્યાથી સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે અને તેના તમામ 6 એપિસોડ એકસાથે લોન્ચ કરવામાં આવશે. નેટફ્લિક્સનાં સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વાતની પુષ્ટિ કરતા, "ગુડ લુક્સ ધેટ કેન કિલ" લખવામાં આવ્યું છે.

કહાની નવું શું હશે?

ત્રીજી સીઝન ત્યાંથી શરૂ થાય છે જ્યાં બીજી સીઝન પૂરી થઈ હતી. ખેલાડી 456 એટલે કે ગી-હુન આ વખતે બદલાની ભાવના સાથે રમતમાં પાછો ફર્યો છે. તેનો ઉદ્દેશ્ય આ ભયંકર રમતને હંમેશા માટે સમાપ્ત કરવાનો છે. પરંતુ આ વખતે રમત વધુ ખતરનાક બની ગઈ છે. જ્યારે તેને આશા હતી કે ગઈ વખતે રમત જીત્યા પછી તે પરિવર્તન લાવી શકશે, હવે તે પોતે સિસ્ટમનો ભાગ બનવાની અણી પર આવી જાય છે. અંતિમ તબક્કામાં ગી-હુનને તેના સૌથી નજીકના મિત્રનું ફ્રન્ટ મેન દ્વારા મોત જોવાનો સાક્ષી બને છે, જે તેને તોડી નાખે છે. પરંતુ રમત સમાપ્ત થતી નથી પરંતુ વધુ ખતરનાક બની જાય છે.

Advertisment

આ પણ વાંચો: ‘હું અશુદ્ધ છું’, જ્યારે રેખાએ પોતાને વાસનાથી ભરેલી વ્યક્તિ ગણાવી, કહ્યું હતું- હું એક સ્ત્રી સાથે લગ્ન…

શું આ વખતે સિસ્ટમ હારશે?

આ સીઝન ફક્ત અસ્તિત્વ ટકાવી રાખવાની રમત નથી પણ એક માણસના દૃઢ નિશ્ચય અને સિસ્ટમ સામેના તેના સંઘર્ષની વાર્તા છે. પ્રશ્ન એ છે કે શું ગી-હુન આ વખતે ગેમ તોડી શકશે કે શું તે પોતે આ હિંસક સિસ્ટમનો ભાગ બનશે? નોંધનીય છે કે આ સીઝન આ શ્રેણીની છેલ્લી સીઝન છે, જેનો અર્થ એ છે કે તેના અંતે ચોક્કસ કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં આવશે. હવે તે ગી-હુનના પક્ષમાં રહેશે કે તેની વિરુદ્ધ, તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

મનોરંજન ન્યૂઝ ઓટીટી