રાજામૌલી મહેશ બાબુ સાથે બનાવશે હનુમાનજી ઉપર ઐતિહાસિક ફિલ્મ, RRR, બાહુબલી, મગધીરાને મળી છે ભારે સફળતા

SS RAJAMOULI MAHESH BABU upcoming movie: RRR જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ઇતિહાસ રચનાર રાજામૌલીએ હવે પોતાની આગામી ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે. રાજામૌલીની આગામી ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે.

Written by mansi bhuva
Updated : April 14, 2023 10:57 IST
રાજામૌલી મહેશ બાબુ સાથે બનાવશે હનુમાનજી ઉપર ઐતિહાસિક ફિલ્મ, RRR, બાહુબલી, મગધીરાને મળી છે ભારે સફળતા
એસએસ રાજામૌલીની આગામી ફિલ્મમાં મહેશ બાબુની પસંદગી

રાજામૌલી મહેશ બાબુની નવી ફિલ્મ: ભારતીય સિનેમાના પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા એસ.એસ.રાજામૌલીએ પોતાની અલૌકીક પ્રતિભા સાબિત કરી છે. રાજામૌલીની ફિલ્મ ‘RRR’એ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. ઘણા એવોર્ડસ પોતાના નામે કર્યાં છે. સૌથી મહત્વની વાત એ છે કે, સિનેમાની દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ પણ જીત્યો છે. જુનિયર એનટીઆર અને રામ ચરણ સ્ટારર ફિલ્મને નાટુ-નાટુ બેસ્ટ ઓરિજિનલ ગીત માટે આ એવોર્ડ મળ્યો છે. RRR જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ઇતિહાસ રચનાર રાજામૌલીએ હવે પોતાની આગામી ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે.

ફિલ્મ નિર્માતા ભારતીય પૌરાણિક કથાઓના મોટા ચાહક તરીકે જાણીતા છે. તેમણે વારંવાર રામાયણ અને મહાભારતમાંથી પ્રેરણા લીધી છે. જેનું ઉદાહરણ રામ અને ભીમ છે, જે બે પ્રખ્યાત પાત્રો રામ ચરણ અને જુનિયર એનટીઆર દ્વારા ‘RRR’માં બખૂબી ભજવાયા છે. રાજામૌલી મગધીરા, ઇગા, બાહુબલી, બાહુબલી 2 અને RRR સુપરડુપર જેવી ફિલ્મોથી પ્રખ્યાત થયા છે.

મળતી માહિતી અનુસાર, એસએસ રાજામૌલી હવે નવું રામાયણ શ્લોકા બનાવવાની તૈયારીમાં છે. તેથી ફિલ્મ નિર્માતાઓની હાલમાં આફ્રિકન જંગલ એડવેન્ચર માટે વાતચીત ચાલુ છે. આ ફિલ્મ માટે રાજામૌલીએ સાઉથ સુપરસ્ટાર મહેશબાબુને પસંદ કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહેશ બાબુનુ પાત્ર હનુમાનથી પ્રેરિત હશે. આનો અર્થ એ છે કે, મહેશ બાબુ ફિલ્મમાં હનુમાનજીના ગુણોને અનુસરશે. હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટીંગ પર કામ ચાલી રહ્યુ છે અને ટીમ આ વર્ષના અંત સુધીમાં તેને ફ્લોર પર લેવાનું લક્ષ્ય ધરાવે છે.

મહત્વનું છે કે, રાજામૌલીની આગામી ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે અને તેનું મોટાપાયે શૂટિંગ એમેઝોન ફોરેસ્ટમાં કરવાનું પ્લાનિંગ છે.

આ વચ્ચે એક પ્રશંસકે ભગવાન રામના રૂપમાં મહેશ બાબૂની એક ડિજિટલ આર્ટ તૈયાર કર્યું છે. પ્રભાવિત કર્યા છે અને તેમના દ્વારા બનાવવામાં આવેલા આ પોસ્ટર થોડી જ વારમાં વાયરલ થઈ ગયું છે. કિરણ મલ્હોત્રા નામના યુઝરે પોતાની પોસ્ટમાં ડિરેક્ટર એસએસ રાજામૌલી અને મહેશ બાબુને પણ ટેગ કર્યા છે.

આ પણ વાંચો: ફિલ્મોથી દૂર છતાં અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા કરોડો કમાય છે, IPL ટીમના માલિકની નેટવર્થ જાણીને દંગ રહી જશો

આ ફિલ્મ માટે ડિઝની અને સોની પિક્ચર્સ એસએસ રાજામૌલીના જંગલ એડવેન્ચરની રેસમાં છે. જો કે, સ્ત્રોતે જણાવ્યું હતું કે, સોની પિક્ચર્સ એસએસ રાજામૌલી-મહેશ બાબુની ફિલ્મ લેવા માટે પણ વાતચીત કરી રહી છે. તે ડિઝની અને સોની વચ્ચેની લડાઈ છે કારણ કે બંને સ્ટુડિયોએ એસએસ રાજામૌલીને વર્લ્ડ ક્લાસ ટેક્નિકલ સપોર્ટ આપવાનું વચન આપ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ