એસ.એસ.રાજામૌલી આ સમયના સૌથી પ્રસિદ્ધી મેળવનાર અને પ્રય દિગ્દર્શકોમાંથી એક છે. ‘RRR’ની વિશ્વવ્યાપી સફળતા પછી દરેક વ્યક્તિ એસ.એસ. રાજામૌલીને ઓળખે છે. ભારતીય સિનેમાને ‘બાહુબલી’ ફ્રેન્ચાઈઝી અને ‘RRR’ જેવી ફિલ્મો આપનાર એસએસ રાજામૌલીએ તાજેતરમાં મોટો ખુલાસો કર્યો છે. એસ.એસ.રાજામૌલીએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે, તેઓ લાંબા સમયથી ભારતીય મહાકાવ્ય ‘મહાભારત’ પર ફિલ્મ બનાવવાનું સપનું જોઈ રહ્યાં છે અને ટૂંક સમયમાં તે સાકાર કરશે. તો ચાલો જાણીએ આખરે શું છે આખો મામલો.
મારી વિચારસરણી કોઈને કોઈ રીતે આ ગ્રંથોથી પ્રભાવિત
મહત્વનું છે કે, હિન્દુ મહાકાવ્ય રામાયણ અને મહાભારતથી પ્રભાવિત એસ. એસ. રાજામૌલીની લગભગ ફિલ્મો ઐતિહાસિક હોય છે. એસ.એસ. રાજામૌલીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મહાભારત કે રામાયણ જેવી વાર્તાઓ પ્રત્યેનો મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. મારી વિચારસરણી કોઈને કોઈ રીતે આ ગ્રંથોથી પ્રભાવિત છે. આ ગ્રંથો મહાસાગરો જેવા છેઃ જ્યારે પણ હું તેમને વાચું છું ત્યારે હું કંઈક નવું શીખું છું. જો કે હુ નાસ્તિક છે પરંતુ આ મહાકાવ્યોમાં જે રીતે વાર્તાઓ લખાઈ છે અને કહેવાઈ છે તેનાથી હું પ્રભાવિત છું.
આ મારો ડ્રીમ પ્રોજેક્ટ
એસ.એસ. રાજામૌલીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી આ ડ્રીમ પ્રોજેક્ટ પર કામ કરવાનું વિચારી રહ્યા હતા અને જો તેમને આગળ મહાભારત બનાવવાની તક મળશે તો તેઓ તેની સાથે ન્યાય કરશે. તેને 10 ભાગોમાં બનાવશે. કારણ કે તેની સાથે દર્શકોની ભાવ જોડાયેલી છે અને તે આ ફિલ્મમાં દર્શકોની અપેક્ષાઓનું સંપૂર્ણ ધ્યાન રાખશે.
રાજામૌલીના સપના વિશે ખુલાસો
તાજેતરમાં, દિગ્દર્શકે એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. જ્યાં તેણે ફરી એકવાર ‘મહાભારત’ શો બનાવવાના તેના સપના વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે હાલમાં દેશમાં ઉપલબ્ધ મહાભારતના દરેક સંસ્કરણને વાંચવામાં તેને ઓછામાં ઓછું એક વર્ષ લાગશે અને તે તેને બનાવવામાં ઉતાવળ કરવા માગતો નથી કારણ કે તે તેની દરેક ફિલ્મ સાથે દર્શકો સાથે જોડાવા માંગે છે.
આ ઉપરાંત દિગ્દર્શકને એ પણ પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ ટૂંક સમયમાં ટેલિવિઝન પરના 266 એપિસોડ શો મહાભારતને ફિલ્મમાં રૂપાંતરિત કરવાના તેમના લાંબા સમયથી ચાલતા સપનાને પૂર્ણ કરશે. શું તે તેના આગામી પ્રોજેક્ટ્સનો એક ભાગ બનશે. આના પર ડિરેક્ટરે કહ્યું, ‘જો હું મહાભારત બનાવવાની વાત કરું તો મને તેને વાંચવામાં એક વર્ષ લાગશે. હું દેશમાં ઉપલબ્ધ મહાભારતની તમામ આવૃત્તિઓ વાંચવા માંગુ છું. આ ક્ષણે, હું ફક્ત માની શકું છું કે તે 10 ભાગની ફિલ્મ હશે.
આ પણ વાંચો: અનિલ કપૂરે પુત્રી સોનમ વિશે કહી આ મોટી વાત…’આ પેઢીનો ચહેરો અને અવાજ’
એસ.એસ.રાજામૌલીના જીવનની ખાસ વાત
એ વાત જગજાહેર છે કે નિર્દેશક એસ. એસ. રાજામૌલી નાસ્તિક છે પરંતુ પહેલાથી એવું નહોતું. નિર્દેશકના જીવનમાં એક સમય એવો પણ હતો જ્યારે તેમને ભગવાનમાં ઉંડી શ્રદ્ધા હતી. તે ભગવા વસ્ત્રો પહેરતા હતા. એટલું જ નહીં થોડા વર્ષો માટે તેમણે તપસ્વીનું જીવન પણ જીવ્યું હતું. રાજામૌલીએ ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના જીવનના આ તબક્કા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ‘તેમણે અનેક ધાર્મિક ગ્રંથો વાંચ્યા છે, તીર્થયાત્રાઓ પણ કરી છે, ભગવા વસ્ત્રો પણ પહેર્યા છે. આ બધુ કર્યા પછી તેમને ધીરે-ધીરે સમજાયું કે ધર્મ એક પ્રકારનું શોષણ છે.’