સુનિલ શેટ્ટીએ પુત્રી આથિયાને અપશબ્દો બોલવા પર સોશિયલ મીડિયા યુઝર્સ સામે ભારે આક્રોશમાં

Sunil Shetty Daughter: અભિનેતા સુનીલ શેટ્ટી તાજેતરમાં ધ રણબીર શોમાં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે પોતાની પીડા વ્યક્ત કરી હતી.

Written by mansi bhuva
April 23, 2023 18:24 IST
સુનિલ શેટ્ટીએ પુત્રી આથિયાને અપશબ્દો બોલવા પર સોશિયલ મીડિયા યુઝર્સ સામે ભારે આક્રોશમાં
સુનિલ શેટ્ટી અને આથિયા શેટ્ટી ફાઇલ તસવીર

હિન્દી સિનેમાના દમદાર કલાકારમાંથી પૈકી એક સુનીલ શેટ્ટી ફરી ચર્ચામાં આવ્યાં છે. હાલમાં જ સુનીલ શેટ્ટી ધ રણબીર શોમાં પહોંચ્યા હતા.જ્યાં અભિનેતાએ જણાવ્યું હતું કે, મારા પરિવાર અને દીકરીને અપશબ્દો બોલવામાં આવે છે. આ બધુ જોઈને મને ખૂબ જ દુ:ખ થાય છે.

હકીકતમાં સુનીલ શેટ્ટીને ધ રણબીર શોમાં આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના વધતા ક્રેઝ અને પ્રભાવ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.આ સવાલનો જવાબ આપતા સુનીલ શેટ્ટીએ કહ્યું કે, સોશિયલ મીડિયા તમારું જીવન નષ્ટ કરી શકે છે. કેટલીકવાર હું આને કારણે વધુ વાત કરતા ડરુ છું. આજના સોશિયલ મીડિયાના જમાનામાં પ્રાઈવસી નથી. તે તમારા જીવનને સંપૂર્ણ રીતે તબાહ પણ કરી શકે છે. એક વાક્ય 15 વખત અલગ અલગ રીતે સંપાદિત થાય છે. જેના કારણે મને ખૂબ જ ડર લાગે છે.

આ પણ વાંચો: કિસી કા ભાઇ કિસી કી જાન માટે બીજો દિવસ સારો રહ્યો, ફિલ્મે કર્યો બંપર વેપાર, ભાઇજાનના ફેન્સ ખુશ

વધુમાં સુનિલ શેટ્ટીએ કહ્યું કે, ‘અમને ડિપ્લોમેટિક થવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. તમે કોઈ વસ્તુ માટે મારી પિટાઈ કરી રહ્યા છો. જે કામ મેં કર્યું જ નથી અને મારી પિટાઈ કોણ કરી રહ્યું છે તે પણ કોઈ નથી જાણતું. જેને હું ટ્વીટર કે ફેસબુકમાં પણ નથી ઓળખતો. મારી ફેમિલીને અપશબ્દો બોલવા, મારી દીકરીને અપશબ્દો બોલવામાં આવે છે. આ બધુ જોઈને મને ખૂબ જ દુ:ખ થાય છે. કારણ કે, હું થોડો ઓલ્ડ સ્કૂલ ટાઈપ વ્યક્તિ છું. સુનિલ શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ ફિલ્મ Hera Pheri 3માં નજર આવશે’.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ