એક્ટર સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020માં મુંબઇમાં તેના નિવાસ્થાને મૃત અવસ્થામાં મળ્યો હતો. આ સમાચાર સાંભળીને તેના પ્રશંસકોને મોટો આઘાત લાગ્યો હતો. તેઓ હજુ પણ આ શોકમાંથી બહાર નીકળી શક્યા નથી. ત્યાં તાજેતરમાં તેના મોત સંબંધિત સમાચાર પ્રકાશમાં આવ્યા હતા કે, તેને આત્મહત્યા નહીં પણ તેની હત્યા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, સુશાંત સિંહ રાજપૂતનું જ્યારથી મોત થયું છે તો ત્યારથી તેનો ફ્લેટ ખાલી પડ્યો છે. હજુ સુધી કોઇ નવો ભાડુઆત મળ્યો નથી. આ દરમિયાન ગઇકાલે (5 ડિસેમ્બર) અહેવાલ મળ્યો હતો કે, સુશાંતના ફ્લેટમાં રહેવા માટે નવો ભાડુઆત મળી ગયો છે. જો કે આ સમાચાર અંગે અમે સત્તાવાર રીતે પુષ્ટી કરી છે.
આ સમાચારની પુષ્ટી કરતા રિયલ એસ્ટેટ દલાલ રફીક મર્ચેન્ટ સાથે વાતચીત કરતા તથ્ય પ્રકાશમાં આવ્યું હતું કે, લોકોમાં ધીમે ધીમે ડર ખતમ થઇ રહ્યો છે અને હવે લોકો સુશાંતનો ફ્લેટ જોવા માટે તૈયાર થાય છે, પરંતુ હજુ સુધી કોઇ નવો ભાડુઆત મળ્યો નથી.
દલાલ રફીક મર્ચેન્ટે વધુમાં જણાવ્યું હતું કે, ફલેટનું ભાડુ 5 લાખ રૂપિયા પ્રતિ મહિનો છે. તેમજ નવા ભાડુઆતે 30 લાખ રૂપિયા સિક્યોરિટી તરીકે ડિપોઝિટ કરાવવા પડશે. આ રકમ છ મહિનાના ભાડુ સમાન છે.
આ ઉપરાંત મર્ચેન્ટે જણાવ્યું હતું કે, પહેલા લોકો સુશાંતના મોતને કારણે આ ફલેટ જોવા માટે કોઇ તૈયાર થતુ ન હતુ. જો કે સમયની સાથે લોકોમાં ડર ખતમ થઇ રહ્યો છે અને સુશાંતના મૃત્યના સમાચાર જૂના થઇ ગયા છે, તેમ છતાં ડીલ ફાઇનલ થઇ રહી નથી.
મોંટ બ્લેક એપાર્ટમેન્ટનો ફલેટ એક C ફેસિંગ ડુપ્લેક્સ 4BHK છે, જે લગભગ 2,5000 વર્ગ ફુટ છે. આ ફ્લેટ મુંબઇના બ્રાન્દ્રા પશ્વિમમાં કાર્ટર રોડ પર સ્થિત છે. આપને જણાવી દઇએ કે, સુશાંત આ ફ્લેટમાં ડિસેમ્બર 2019માં એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયો હતો, કથિત રીતે તેઓ 4.51 લાખ રૂપિયા પ્રતિ માસ ભાડુ ચૂકવતો હતો. સુશાંત આ ફ્લેટમાં ફલેટમેટ્સ અને પ્રેમિકા રિયા ચક્રવતિ સાથે રહેતો હતો.