Taarak Mehta Ka Ooltah Chashmah : ટીવી પર આવતા સૌથી ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને વધુ એક ફટકો પડ્યો છે. છેલ્લા 14 વર્ષથી સિરીયલમાં ડાયરેક્શન કરી રહેલા માલવ રાજદાએ (Malav Rajda)શો ને અલવિદા કહી દીધું છે. માલવ રાજદા 2008થી આ શો સાથે જોડાયેલા છે. સૂત્રોના મતે, માલવ રાજદાએ 15 ડિસેમ્બરના રોજ છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો.
પહેલા રિપોર્ટ હતા કે ડાયરેક્ટર માલવ રાજદા અને પ્રોડક્શન હાઉસ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. જેના કારણે શો છોડવાનો નિર્ણય કર્યો છે. જોકે માલવે આ બધા અંદાજને ફગાવી દીધા છે. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાતચીતમાં માલવ રાજદાએ કહ્યું કે જો તમે સારું કામ કરો છો તો ટીમમાં ક્રિએટિવ ડિફ્રેંસ હોવું સામાન્ય વાત છે પણ આ શો ને સારો બનાવવા માટે હોય છે. પ્રોડક્શન હાઉસ સાથે મારો કોઇ અણબનાવ નથી. શો અને અસિત ભાઇનો હું આભારી છું.
આ પણ વાંચો – રણબીર કપૂરે કહ્યું “હું હંમેશા વર્કઆઉટ્સ સ્કિપ કરતો હતો, પરંતુ હવે ગિલ્ટી ફીલ કરું છું”
માલવ રાજદાએ કેમ છોડ્યો શો?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને છેલ્લા 14 વર્ષથી ડાયરેક્ટ કરી રહેલા માલવ રાજદાના આ નિર્ણયથી બધાને ચકિત કરી દીધા છે. આ શો કેમ છોડ્યો તેવા સવાલ પર માલવ રાજદાએ કહ્યું હતું કે 14 વર્ષો સુધી શો કર્યા પછી મને લાગ્યું કે હું પોતાના કન્ફર્ટ ઝોનમાં ચાલ્યો ગયો છું. મને લાગે છે કે પોતાને ક્રિએટિવલી ગ્રો કરવા માટે આગળ આવીને પોતાને ચેલેન્જ કરવી જરૂરી છે. પોતાની 14 વર્ષની સફર વિશે જણાવતા માલવે કહ્યું કે આ 14 વર્ષ મારા જીવનના સૌથી સુંદર વર્ષ રહ્યા છે. આ શો થી મને ફક્ત લોકપ્રિયતા અને પૈસા જ મળ્યા નથી પણ મારી લાઇફ પાર્ટનર પ્રિયા પણ મળી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આ કલાકારો પણ છોડી ચૂક્યા છે શો
સિરીયલના ડાયરેક્ટર માલવ રાજદા પહેલા રાજ ઉનડટક ઉર્ફે ટપ્પુ, શૈલેષ લોઢા (તારક મહેતા), ભવ્ય ગાંધી (ટપુ), દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), નેહા મહેતા (અંજલિભાભી) પણ શો છોડી ચૂક્યા છે.