વિખ્યાત યુટ્યુબર ભુવન બામને વેબ સીરિઝ ‘તાજા ખબર’થી ઓટીટી પ્લેટફોર્મ પર ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભુવન બામનની આ વેબ સીરિઝ હાલ નેટફ્લિક્સ પર ખુબ ઘૂમ મચાવી રહીછે. જેમાં ભુવનના પાત્રનું નામ વસ્યા છે, જે મુંબઇની એક ચોલમાં નિવાસ કરે છે અને સુલભ શૌચાલયની દેખરેખ કરે છે. આ દરમિયાન તે તેના તમામ સપના પૂરા કરે છે.
વસ્યાને સારા કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. વસ્યા સાથે એક ચમત્કાર થાય છે. અચાનક વસ્યા (ભુવન) ફોનમાં ભવિષ્યમાં થનારી ઘટનાથી વાકેફ થાય છે. આ પછી તે તેની તમામ ઇચ્છાઓ અને સપનાઓેને સાકાર કરે છે.
વાસ્યા (ભુવન બામ) પોતાના દુ:ખી જીવનને સુધારવા અને સારી જીંદગી જીવવા માટે માટે સંઘર્ષ કરે છે. વસ્યા એનું, તેની માં તેમજ તેના મિત્રોના જીવનને સારું બનાવવા માંગતો હોય છે. જ્યારે વસ્યાની કિસ્મત ચમકે છે તો એ તમામ લોકોને તેની સાથે રાખી લે છે. મહત્વનું છે કે, આ શોમાં પ્રેમમાં ડુબેલા એક પ્રોસ્ટિટ્યૂટ અને રાજનેતાના રૂપમાં એક ગૈંગસ્ટર શોના અન્ય પ્રમુખ કિરદાર છે. વાસ્યા એ વેશ્યાના પ્રેમમાં હોય છે. હવે વાસ્યા પાસે પર્યાપ્ત પૈસા છે કે તે તેની પ્રેમિકાને એ દલદલમાંથી બહાર કાઢવામાં સક્ષમ હોય છે.
રાજકારણી અને વાસ્યાની ગર્લફ્રેન્ડ જે વેશ્યા છે તે બંને વેબ શોમાં મહત્વપૂર્ણ પાત્રો છે. આ ત્રણેય વચ્ચે લવ ટ્રાયંગલની સ્થિતિ સર્જાય છે. આપને જણાવી દઇએ કે, શોની કહાની થોડી અલગ અને સસ્પેન્સથી ભરેલી છે. વાસ્યા ક્રિકેટ મેચ પર સટ્ટો લગાવીને અમીર બને છે. મહત્વનું છે કે, વાસ્યા ભવિષ્ય જોઇ શકે છે. એટલે તે કોઇ પણ દાવ હારતો નથી અને તે આ પ્રકારે ખુબ ધનવાન બને છે. પરંતુ તે આ પૈસો પચાવી શકતો નથી. કહેવાય છે ને કે, મહેનત અને આપણા હક વિનાનો પૈસો માણસ પાસે વધારે સમય ટકતો નથી. આ જ રીતે ભુવનમાં પૈસાના કારણે અભિમાન આવી જાય છે. તેનામાં અહંકાર જન્મે છે, તે પોતાને ભગવાન માનવા લાગે છે.
ભુવનનું આ ઘમંડી સ્વરૂપ જોતા તેનો પરિવાર, મિત્રો તેને છોડીને જતા રહે છે. ઉલ્લેખનીય છે કે ભુવન જેના બહેતર જીવનન માટે સંઘર્ષ કરતો હતો તે બાદમાં પૈસાના મોહમાં અને અંહકારના અંઘાપામાં તે લોકોનું જ અપમાન કરવા લાગ્યો હતો. અંતે વસ્યાની માં તેને સમજવવાનો પ્રયત્ન કરે છે કે તે કેટલો બદલાઇ ગયો છે. આ પછી વેબ શોના અંતમાં વસ્યાની ફોન પર એવી અપડેટ આવે છે, જે જોઇને તે દંગ રહી જાય છે.
આપને જણાવી દઇએક કે, તાજા સમાચાર ખુદ ભુવન બામે પ્રોડ્યૂસ કરી છે. જેમાં ચમત્કાર અને જાદુ વચ્ચેનો તફાવત ખુબ સારી રીતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમાં છેતરપિંડી, માન્યતા, શ્રાપ, વરદાન, નસીબ અને કર્મ બધું જ બતાવવામાં આવ્યું છે. આનો દરેક એપિસોડ લગભગ 30 મિનિટનો છે.