Squid Game 2 Release Date: નેટફ્લિક્સની સૌથી ચર્ચિત સિરીઝ ‘સ્ક્વિડ ગેમ 2’ને લઈ મોટી ખબર સામે આવી છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર ક્યારે રિલીઝ થશે તેની તારીખ પણ સામે આવી ગઈ છે. ફેન્સ આ ખબર બાદથી ખુબ જ એક્સાઈટેડ નજર આવી રહ્યા છે. મેકર્સ ‘સ્ક્વિડ ગેમ 2’ના બીજા પાર્ટને લાવવાનું મન નવા વર્ષે બનાવ્યું છે એટલે કે સ્ક્વિડ ગેમ સિરીઝ 2 નવા વર્ષથી પણ પહેલા રિલીઝ થશે. સાથે જ આજે એટલે કે 27 નવેમ્બરે તેનું ટ્રેલર પણ લોન્ચ કરી દેવમાં આવ્યું છે અને હવે તેની તારીખ જાણ્યા બાદ સોશિયલ મીડિયા પર ખલબલી મચી ગઈ છે.
‘સ્ક્વિડ ગેમ સિઝન 2’ ક્યારે રિલીઝ થશે
નેટફ્લિક્સ પર ‘સ્ક્વિડ ગેમ’ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી. હવે ‘સ્ક્વિડ ગેમ 2’ના ટ્રેલરે નેટફ્લિક્, પર આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે અને લોકો વધુ એક વખત મોતનું તાંડવ જોવા માટે ખુશ થઈ રહ્યા છે. આ સિરીઝ કોરિયાઈ લેખક અને ટેલિવિઝન નિર્માતા હ્વાંગ ડોંગ-હ્યૂક એ બનાવી છે. હવે ‘સ્ક્વિડ ગેમ’ની બીજી સિઝનની તારીખનો ખુલાસો થયો છે. આ ફેમસ સિરીઝ 26 ડિસેમ્બર 2024ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, ‘સ્ક્વિડ ગેમ 1’ આજે પણ નેટફ્લિક્સની સૌથી ટ્રેંડિંગ સિરીઝમાંથી એક માનવામાં આવે છે. હવે સિઝન-2ને લોકો કેટલી પસંદ કરે છે તે જોવા લાયક રહેશે.
‘સ્ક્વિડ ગેમ 2’નું ટ્રેલર ફેન્સને પસંદ આવ્યું
તમને જણાવી દઈએ કે, ‘સ્ક્વિડ ગેમ સિઝન 2’માં આ વખતે નવા સ્ટાર્સની એન્ટ્રી થઈ છે. એક્ટર ઝુંગ ઝુઈ હવે ‘સ્ક્વિડ ગેમ 2’નો ભાગ બની ગયા છે અને આ વખતે દરેક પ્લેયર પાસે પોતાની એક અલગ ગેમ છે. ટ્રેલરમાં ઘણા ખરા રસપ્રદ કિરદારો ‘સ્ક્વિડ ગેમ સિઝન 2’માં જોવા મળશે. ફેન્સ તેની રિલીઝ તારીખની જાણકારી પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે મેકર્સે તેમનું નવું વર્ષ સારૂ બનાવી દીધુ છે. ત્યાં જ ઘણા લોકોનું કહેવું છે કે નવા વર્ષના રૂમાં આ એક ભેટ છે.





