કપિલ શર્માથી અર્ચના પૂરણ સિંહ સુધી: The Great Indian Kapil Show ના સ્ટાર કાસ્ટનો પગાર જાણીને તમે ચોંકી જશો

Kapil Sharma Show season 3 salary: શું તમે જાણો છો કે કપિલ શર્મા, નવજોત સિંહ સિદ્ધુ, અર્ચના પૂરણ સિંહ અને સુનીલ ગ્રોવર જેવા સ્ટાર્સ આ શોના એક એપિસોડ માટે કેટલી ફી લે છે. ચાલો તમને જણાવીએ.

Written by Rakesh Parmar
June 16, 2025 20:41 IST
કપિલ શર્માથી અર્ચના પૂરણ સિંહ સુધી: The Great Indian Kapil Show ના સ્ટાર કાસ્ટનો પગાર જાણીને તમે ચોંકી જશો
નવજોત સિંહ સિદ્ધુ, કપિલ શર્મા, અર્ચના પૂરણ સિંહ (Photo: Netflix)

કપિલ શર્મા તેના પ્રખ્યાત શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના ત્રીજા સીઝન સાથે પરત ફરી રહ્યો છે. શોના પહેલા એપિસોડમાં સલમાન ખાન મહેમાન બનશે. શોનો પહેલો એપિસોડ 21 જૂને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. પરંતુ શું તમે જાણો છો કે કપિલ શર્મા, નવજોત સિંહ સિદ્ધુ, અર્ચના પૂરણ સિંહ અને સુનીલ ગ્રોવર જેવા સ્ટાર્સ આ શોના એક એપિસોડ માટે કેટલી ફી લે છે. ચાલો તમને જણાવીએ.

TOI એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના ત્રીજા સીઝન માટે કયો સ્ટાર કેટલી ફી લે છે. ચાલો જાણીએ.

કપિલ શર્મા

કપિલ શર્મા સૌથી વધુ ફી લેનારાઓમાંનો એક છે. શોનું નામ પણ કપિલના નામ પરથી છે, તેથી તેની ફી વધુ હોય જ ને? TOI એ તેના અહેવાલમાં લખ્યું છે કે કપિલ શર્મા એક એપિસોડ માટે ₹ 5 કરોડ ચાર્જ કરી રહ્યો છે. આ સાથે કપિલ શર્મામાં દર્શકોને હસાવવાની અદ્ભુત ક્ષમતા છે.

નવજોત સિંહ સિદ્ધુ

આ વખતે નવજોત સિંહ સિદ્ધુ કપિલ શર્માના શોમાં પાછા ફર્યા છે. નવજોત સિંહ સિદ્ધુની ફી વિશે વાત કરતા TOI એ એક અહેવાલને ટાંકીને લખ્યું છે કે સિદ્ધુ દરેક એપિસોડ માટે ₹30-40 લાખ લેશે.

અર્ચના પૂરણ સિંહ

અર્ચના પૂરણ સિંહ લાંબા સમયથી કપિલ સાથે સંકળાયેલી છે, અર્ચના તેના હાસ્ય માટે સમાચારમાં રહે છે. અહેવાલ મુજબ, અર્ચના દરેક એપિસોડ માટે ₹10 લાખ ફી લઈ રહી છે.

આ પણ વાંચો: બોલિવુડ અભિનેતા વિક્રાંત મેસીના પિતરાઈ ભાઇનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત

સુનીલ ગ્રોવર

કપિલ શર્માનો શો સુનીલ ગ્રોવર વિના ખાલી લાગે છે, અને TOI એ તેના અહેવાલમાં લખ્યું છે કે સુનીલ દરેક એપિસોડ માટે ₹25 લાખ ફી લઈ રહ્યો છે.

કૃષ્ણા અભિષેક

કૃષ્ણા અભિષેક લાંબા સમયથી કપિલના શો સાથે સંકળાયેલા છે, અને તેની ફી વિશે વાત કરીએ તો તે દરેક એપિસોડ માટે ₹10 લાખ ફી લઈ રહ્યો છે.

કિકુ શારદા

પ્રસિદ્ધ હાસ્ય કલાકાર કિકુ શારદા પોતાના કોમિક ટાઇમિંગથી માત્ર મહેમાનોને જ નહીં પરંતુ ચાહકોને પણ હસાવતા હોય છે. ફી વિશે વાત કરીએ તો રિપોર્ટ અનુસાર, કિકુ શારદા એક એપિસોડ માટે ₹7 લાખ ચાર્જ કરી રહ્યા છે.

રાજીવ ઠાકુર

હાસ્ય કલાકાર રાજીવ ઠાકુર ક્યારેય પોતાની કોમેડીથી ચાહકોને નિરાશ કરતા નથી, રિપોર્ટ અનુસાર, રાજીવ એક એપિસોડ માટે ₹6 લાખ ચાર્જ કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ