અદા શર્મા સ્ટારર ધ કેરલા સ્ટોરી બોક્સ ઓફિસ પર હિટ રહી છે. સુદીપ્તો સેન દિગ્દર્શિત આ ફિલ્મ પહેલાથી જ રૂ. 100 કરોડનો આંકડો વટાવી ચૂકી છે, અને વાસ્તવમાં તેના બીજા રવિવારે વધુ કમાણી કરી છે – અંદાજિત રૂ. 23 કરોડ – પ્રથમ કરતાં, એક ફિલ્મ માટે ખૂબ જ પરાક્રમ.
વિરોધના વંટોળ વચ્ચે 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરલા સ્ટોરી બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ધ કેરલા સ્ટોરીએ પ્રથમ સપ્તાહના છ સ્પાહમાં જે કમાણી કરી છે તેને કારણે ફિલ્મ વર્ષ 2023ની પાંચમી સૌથી મોટી ઓપનિંગ સાથે ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. ત્યારે ધ કેરલા સ્ટોરીએ રિલીઝના 9 દિવસની અંદર 100 કરોડનો આંકડો પાર કરી કુલ રૂપિયા 112 કરોડનું કલેક્શન કરી લીધું. તેવામાં હવે ફિલ્મના 10માં દિવસનો આંકડો સામે આવી ગયો છે.
આ પણ વાંચો: પુષ્પા 2એ રિલીઝ પહેલાં જ કરોડોની કમાણી કરી, જાણો કેવી રીતે
ધ કેરલા સ્ટોરી બોક્સ ઓફિસ સારું પ્રદર્શન કરી રહી છે. રિલીઝ થયાના એક સપ્તાહ બાદ પણ દર્શકોમાં ફિલ્મનો ક્રેઝ જળવાયો છે. ટ્રેકર સેકનિલ્ક અનુસાર, ધ કેરલા સ્ટોરીએ દસમાં દિવસે બોક્સ ઓફિસ પર રૂપિયા 30 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન રૂપિયા 136 કરોડ રૂપિયા થયું. જો આમને આમ ફિલ્મની કમાણીમાં સતત વધારો થતો જશે તો ફિલ્મ ટુંક સમયમાં રણબીર-શ્રદ્ઘા કપૂરની ‘તુ જૂઠી મેં મક્કાર’ને પછાડીને વર્ષની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે વટાવી જશે. પ્રાપ્ત વિગત અનુસાર, ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કારે’ ભારતમાં સિનેમાઘરોમાં લગભગ રૂપિયા 177 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.