scorecardresearch

ધ કેરલા સ્ટોરી નવા પ્રકારના આંતકવાદનો પર્દાફાશ કરે છે, જે દારૂગોળા વિના છે : જેપી નડ્ડા

The kerala Story: ભારતીય જનતા પક્ષના (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે બેંગલુરુમાં ફિલ્મની વિશેષ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. ભાજપના નેતાએ ગરુડ મોલમાં આ ફિલ્મ જોઈ હતી. આ પછી જેપી નડ્ડાએ જે નિવેદન આપ્યું છે તેના લીધા તે ખુબ ચર્ચામાં છે.

the kerala story bjp chief jp nadda reaction
ધ કેરલા સ્ટોરી નવા પ્રકારના આંતકવાદનો પર્દાફાશ કરે છે: જેપી નડ્ડા

ધ કેરલા સ્ટોરી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે, ભારતીય જનતા પક્ષના (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે બેંગલુરુમાં ફિલ્મની વિશેષ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. ભાજપના નેતાએ ગરુડ મોલમાં આ ફિલ્મ જોઈ હતી. આ પછી જેપી નડ્ડાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આ ફિલ્મ એક નવા પ્રકારના આતંકવાદનો પર્દાફાશ કરે છે.

જેપી નડ્ડાએ કહ્યું કે, ‘ધ કેરલા સ્ટોરી’ ઝેરી આતંકવાદનો પર્દાફાશ કરે છે, જે એક નવા પ્રકારનો છે. જે દારૂગોળા વિના છે. આ પ્રકારના આતંકવાદને કોઈપણ રાજ્ય કે ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી’.

પીએમ મોદીએ પણ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસે વોટ બેંક માટે આતંકવાદનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું,’કોંગ્રેસ આતંકવાદ પર બનેલી ફિલ્મનો વિરોધ કરી રહી છે અને આતંકવાદ સાથે ઉભી છે. કોંગ્રેસે વોટબેંક માટે આતંકવાદનો બચાવ કર્યો છે. વડાપ્રધાને કહ્યું કે, ફિલ્મ ધ કેરલા સ્ટોરી આતંકવાદનું કદરૂપું સત્ય બતાવે છે અને આતંકવાદીઓની યોજનાઓને ઉજાગર કરે છે. તેમજ આ ફિલ્મ આતંકવાદી ષડયંત્ર પર આધારિત છે. તે આતંકવાદનું કદરૂપું સત્ય બતાવે છે અને આતંકવાદીઓની યોજનાઓનો પર્દાફાશ કરે છે’.

કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ જાણીજોઈને સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી હતી. આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને રાજ્યમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ‘ધ કેરળ સ્ટોરી’ લવ જેહાદ, ધર્મ પરિવર્તન અને આતંકવાદના ષડયંત્રનો પર્દાફાશ કરે છે.

આ પહેલા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે રવિવારે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે, જે લોકો ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’નો વિરોધ કરી રહ્યા છે તેઓ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને આતંકવાદી સંગઠન ISISના સમર્થક છે. વધુમાં તેમણે કહ્યું હતું કે,’ધ કેરલા સ્ટોરી’ એ ષડયંત્રનો પર્દાફાશ કર્યો. જેમાં હિંદુ અને ખ્રિસ્તી છોકરીઓને બળજબરીપૂર્વક આતંકવાદમાં લાવવામાં આવી હતી.

નોંધનીય છે કે, ફિલ્મને રિલીઝ થયે 3 દિવસ થઈ ચુક્યા છે અને ‘ધ કેરલા સ્ટોરી’ના કલેક્શનમાં દરરોજ વધારો નોંધાઈ રહ્યો છે. આંકડાની વાત કરવામાં આવે તો ‘ધ કેરલા સ્ટોરી’એ પહેલા દિવસે 8.3 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ શનિવારે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો અને તેણે 11.22 કરોડ રૂપિયાનો વ્યાપાર કર્યો.

આ પણ વાંચો: અક્ષય કુમારે રવીના ટંડનને બ્રેક અપના વર્ષો બાદ કર્યું આલિંગન, બંનેને સાથે જોઈ ફેન્સે ખુશી વ્યક્ત કરી

હવે ફિલ્મના રવિવારની કમાણીના શરૂઆતી આંકડા પણ આવી ગયા છે. જેના અનુસાર ‘ધ કેરલા સ્ટોરી’ની કમાણીમાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર ‘ધ કેરલા સ્ટોરી’એ પોતાના રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે 16.50 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મની કુલ કમાણી હવે 35.75 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જોકે આ અનુમાનિત આંકડા છે ઓફિશિયલ ડેટા આવવાના બાદ નંબર્સમાં થોડો ફેર-ફેર થઈ શકે છે.

Web Title: The kerala story exposes new terroism bjp chief jp nadda reaction

Best of Express