લગ્નની સીઝનમાં ધૂમ મચાવવા આવ્યું નવું સોન્ગ – ‘છોરો કે દા’ડાનું પૈણું પૈણું કરતો તો..

ફિલ્મ બિચારો બેચલરની રિલીઝ ડેટની ઘોષણા થયા બાદ દર્શકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. દર્શકોએ ફિલ્મના ટિઝરને ખૂબ જ વધાવ્યું છે. હવે ફિલ્મના મેકર્સ દ્વારા એક સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે

Written by Rakesh Parmar
AhmedabadUpdated : December 07, 2025 17:29 IST
લગ્નની સીઝનમાં ધૂમ મચાવવા આવ્યું નવું સોન્ગ – ‘છોરો કે દા’ડાનું પૈણું પૈણું કરતો તો..
બિચારો બેચલર'નું નવું સોન્ગ. (તસવીર: સોશિયલ મીડિયા)

ફિલ્મ બિચારો બેચલરની રિલીઝ ડેટની ઘોષણા થયા બાદ દર્શકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. દર્શકોએ ફિલ્મના ટિઝરને ખૂબ જ વધાવ્યું છે. હવે ફિલ્મના મેકર્સ દ્વારા એક સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે- ‘છોરો કે દા’ડાનું પૈણું પૈણું કરતો તો… કિંજલ દવેના અવાજમાં સ્વરબદ્ધ અને પ્રિન્સ ગુપ્તાની કમાલની કોરિયોગ્રાફી દર્શાવતું આ સોન્ગ આ લગ્નની સીઝનમાં દરેકના પ્લેલિસ્ટમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ 2 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થઈ રહી છે.

તુષાર સાધુની સાથે આ ફિલ્મમાં 9 ટેલેન્ટેડ અભિનેત્રીઓ જોવા મળે છે. નવા રિલીઝ થયેલા સોન્ગમાં તુષાર સાધુની સાથે આ અભિનેત્રીનોનો ધમાકેદાર ડાન્સ જોવા મળી રહ્યો છે. આ સોન્ગના શબ્દો વિહુલ જાગીરદાર દ્વારા લખાયા છે અને મ્યુઝિક રાહુલ પ્રજાપતિ દ્વારા અપાયું છે.

‘બિચારો બેચલર’ માં તુષાર સાધુ સાથે પ્રશાંત બારોટ, જય પંડ્યા, જૈમિની ત્રિવેદી, સાહિલ પટેલ, અંશુ જોશી, હિરવ ત્રિવેદી, ભૂમિકા પટેલ, દીપેન રાવલ, કૃણાલ ભટ્ટ અને કૃણાલ સુથાર જોવા મળશે.

ફિલ્મ 2 જાન્યુઆરી 2026ના રોજ પ્રેક્ષકો સુધી પહોંચવા તૈયાર છે. ગુજરાતી દર્શકો માટે હાસ્ય, લાગણી અને શુદ્ધ મનોરંજનનું આકર્ષક સંયોજન બનતી આ ફિલ્મની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ